તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત: ખેતરો વેચીને ‘ઊડી’ ગયેલા 80 NRIને આઇટીની નોટિસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: ખેડૂતોએ વેચેલી જમીનો અંગે આઇટીએ શરૂ કરેલો પત્રવ્યવહારનો સિલસિલો હવે એનઆરઆઇ સુધી પહોંચ્યો છે. સાઉથ ગુજરાતમાં અત્યાર સુધી 80 જેટલાં એનઆરઆઇને નોટિસ ઇશ્યુ થઇ છે.ખેડૂતોના કેસમાં આઇટીએ કલમ 136ની નોટિસ બજવણી ઇન્સ્પેક્ટરો પાસે કરવાની રણનીતિ અપનાવી હતી. શહેર ઉપરાંત નવસારી રોડ પરના ગામોમાં નોટિસ ઇશ્યુ કરી હતી. કેટલીક નોટિસ એનઆરઆઇ સુધી પણ પહોંચી છે.
પત્રવ્યવહારનો સિલસિલો હવે NRI સુધી પહોંચ્યો
જોકે, તેઓ વિદેશ હોય હાલ આઇટી અધિકારીઓ ઘરના જ કોઈ સભ્યોના નિવેદન લઈ રહ્યા છે અને આઇટી નોટિસ અંગેની જાણકારી વિદેશમાં સ્થાયી થયેલાં ઘરના મોભીઓ સુધી પહોંચાડી રહ્યા છે. જમીનોના મોટા સોદા વખતે એનઆરઆઇ સુરતમાં હાજર રહ્યા હોવાનું પણ આઇટીએ જણાવ્યુ હતું. કેટલાંક કેસ એવા પણ સામે આવ્યા છે જેમાં જમીનોના દસ્તાવેજ તેની ઓરિજિનલ બજાર કિંમત કરતાં માંડ દસ ટકા રકમના કરવામાં આવ્યા હોય.
સબ-રજિસ્ટ્રાર કચેરીના લોચા
સબ રજિસ્ટ્રાર કચેરીને ડેટા પરથી આઇટી અધિકારીઓ બે જ બાબત જાણી શક્યા છે. એક તો ટ્રાન્ઝેક્શન અને બીજું એડ્રેસ. ટ્રાન્ઝેકશનમાં જમીનના ટોટલ સોદા દરેકના નામે ચઢાવી દેવાયા છે, ઉપરાંત જમીન વેચવામાં આવી છે કે ખરીદવામાં આવી છે એ અંગેની પણ કોઈ જાણકારી અપાઇ નથી.
રૂપિયા વહેંચાઈ જતાં ટેક્સ ઓછો

અધિકારીઓ કહે છે કે જો જમીનના રૂપિયા ઘરના સભ્યો વચ્ચે વહેંચાઈ જાય ત્યારે ટેક્સની રકમ આપોઆપ ઘટી જાય છે. કેમકે વાત વ્યક્તિગત ટેક્સ પેયર્સ પર આવી જાય છે. આથી જે ઘરમાં સભ્યો ઓછા હોય અને ત્યાં જમીનોના મોટા સોદા થયા હોય એવા ઘર આઇટી શોધી રહ્યું છે.
એનઆરઆઇના કેસમાં રિટર્નનું શું?

એનઆરઆઇએ જમીનોના સોદાના કેસમાં રૂટિન ટેક્સ તો ભરવાનો જ હોય સાથે-સાથે જેણે જમીન ખરીદી હોય તેણે પેમેન્ટ કરતી વખતે 20 ટકા ટીડીએસ કાપવાનો હોય છે અને તેની નોંધ એનઆરઆઇએ રિટર્નમાં કરવાની હોય છે. જો કોઈ દેશ સાથે ડબલ ટેક્સેશન અવોઇડન્સ ઍગ્રીમેન્ટ હોય તેવા કેસમાં કોઈ એક જ દેશમાં રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. > બિરજુ શાહ, સીએ
અન્ય સમાચારો પણ છે...