માર્ચના છેલ્લા સપ્તાહે મોડી સાંજ સુધી ITએ લેફ્ટ રાઇટ લેવડાવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: માર્ચના છેલ્લા અઠવાડિયામાં આઇટીની ઇન્વેસ્ટીગેશન વિંગ પીએમજીકેવાયનો ટાર્ગેટ વસુલાય ગયો હોવા છતાં ધુંઆધાર બેટીંગ કરી લઇ વધુ ડિકલેરેશન કરાવવા કમર કસીને તૈયાર છે. ખાતામાં 10 લાખથી વધુ જમા કરાવનારા 5 હજારથી વધુ કરદાતાને નોટિસ મોકલાવી હતી. જેના જવાબો સાંભળવા મોડી સાંજ સુધી કાર્યાલય ચાલું રાખી લેફ્ટ રાઇટ લીધી હતી.
 
સમન્સનો જવાબ આપવા હાજર 500 કરદાતાઓને પીએમજીકેવાય ડિકલેર કરવા ભારે દબાણ કરાયું
 
ગત અઠવાડિયા દરમ્યાન આઇટી દ્વારા નોટબંધીમાં 10 લાખથી વધુ જમા કરાવનારા કરદાતાઓ પૈકી 5000 જેટલા કરદાતાઓને સમન્સ પાઠવી જવાબ આપવા 3 દિવસનો સમય ફાળવ્યો હતો. તે મુદ્દત પૂર્ણ થઇ જતાં ખુલાસો કરવા કરદાતાઓને સોમવારથી આઇટી કચેરી આવવાના નોતરા આપ્યા હતા. જેના પ્રથમ દિવસે જ 500થી વધુ કરદાતાઓ દ્વારા હાજરી આપી ખુલાસાઓ કરાયા હતા.જેની સામે પીએમજીકેવાયનું તરભાણું ભરવા ડિકલેરેશન કરી લેવા ભાર પુરૂ પાડતાં કરદાતાઓએ થોડા સમયની માંગણી કરી દીધી હતી.

પ્રથમ દિવસે મોટી સંખ્યામાં હાજર કરદાતાઓ દ્વારા આપવામાં આવેલા જવાબોથી અધિકારીઓ અસંતુષ્ટ હતા. એવામાં આજરોજ ફરી સમન્સ મેળવનારા દ્વારા ખુલાસો કરવા મોટી સંખ્યામાં લોકો હાજર રહે તેવી સ્થિતિ સર્જાશે. એવામાં સાંજે 8 વાગ્યા કરતાં અધિકારીઓએ ખુલાસા સાંભળા હતા. 31મી માર્ચ પીએમજીકેવાય સ્કિમ પુરી થઇ રહી છે ત્યારબાદ કડક કાર્યવાહી કરવાનો ભય બતાવી ચાલેલી પુછપરછ સામે કેટલાંક ખુલાસો કરનારાઓ દ્વારા પીએમજીકેવાય અંતર્ગત ડિકલેરેશનનો લાભ મેળવી લેવા વિચારણાનો સમય માંગવામાં આવ્યો હતો. બાકી રહી ગયેલા ત્રણ-ચાર દિવસ મોટા  ડિકલેરેશન થાય તેવી આઇટી વિભાગ દ્વારા શક્યતા વ્યકત કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...