તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત: તિરંગાનું સન્માન રાખી ન શકાતું હોય તો ફરકાવવાનું ટાળવું જોઈએ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: આઝાદી પર્વની ગૌરવભેર ઉજવણીના ભાગરૂપે દેશભરની સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ, સરકારી સંસ્થાઓ જેવી કેટલીય જગ્યાએ ધ્વજવંદનના કાર્યક્રમો થતા હોય છે. ભારતનો રાષ્ટ્રીય ધ્વજ દેશના નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે. જો કે, સાથે જ તિરંગાનું નિર્ધારિત કરાયેલા નિયમો મુજબ માન જાળવવું દરેક નાગરિકની ફરજ છે.
ભારતનાં પ્રથમ તિરંગા અંગે મત-મતાંતર જોવા મળે છે, પરંતુ પ્રથમ તિરંગો મેડમ ભિખાઈજી કામાએ 1907માં સ્ટુટ ગાર્ડ, જર્મનીમાં ફરકાવ્યો હતો, જેમાં લાલ, પીળો અને લીલો કલર હોવાનું મનાય છે. આ ઉપરાંત આઝાદીની લડત વખતે કાર્યકર્તાઓ અલગ અલગ ધ્વજ બનાવી ફરકાવતા હતા. હાલનો તિરંગો બનાવવા માટે સૌપ્રથમ તો તિરંગા સમિતિનું ગઠન થયુ હતું, જેનાં અધ્યક્ષ રાજેન્દ્ર પ્રસાદ હતાં. બાદમાં આ સમિતિનું નામ બદલીને ઝંડા સમિતિ રાખવામાં આવ્યું હતું, જેનાં અધ્યક્ષ જે.બી. કૃપલાણી રહ્યા હતાં અને ધ્વજને આખરી ઓપ અપાયો હતો. ધ્વજ ફરકાવવા અને સાચવવાં માટે બંધારણમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે અને આ જોગવાઈનું પાલન કરવું દરેક નાગરિક માટે અનિવાર્ય છે.
ભારતીય ધ્વજ સંહિતા 2002ની જોગવાઈમાં રાષ્ટ્રધ્વજના સામાન્યત: માપ દર્શાવેલા છે. સાથે જ લંબચોરસ ધ્વજમાં 3:2નું માપ રાખવું જોઈએ. આ પૈકી કેટલાક પ્રમુખ મુદ્દા જોઈએ તો... રાષ્ટ્રધ્વજ ઉપર કે તેની જમણી બાજુએ બીજા કોઈ પણ ધ્વજ કે સંજ્ઞા મુકી શકાતી નથી. બીજા કોઈ ધ્વજ મુકવાનાં હોય તો ડાબી બાજુએ ફરકાવવાં જોઈએ. જ્યારે બીજા ધ્વજ સહિત તિરંગાને ઊંચો કરવાનો હોય ત્યારે તિરંગાને સૌથી પહેલા ઊંચો કરવો અને સૌથી છેલ્લે નીચે લાવવો. જ્યારે રાષ્ટ્રધ્વજ અન્ય ધ્વજ સાથે ફરકાવીએ ત્યારે તિરંગો મથાળે રાખવો જોઈએ. કોઈ સભા-સરઘસમાં તેને જમણાં ખભા પર ઊંચો રાખવો જોઈએ અને પ્રદર્શનમાં સૌથી મોખરે રાખવો પડે છે. જ્યારે રાષ્ટ્રધ્વજ કાઠી કે મકાન પર રાખવાનો હોય ત્યારે કેસરી રંગ ઉપર આવે એ ફરજિયાત પણે ધ્યાન રાખવું. સવારથી સાંજ ધ્વજ ફરકાવવો અને રાત્રિ દરમિયાન ધ્વજ ફરજિયાતપણે ઉતારી લેવાનો હોય છે.
તિરંગાને ફરકાવતી વખતે એ ધ્યાનમાં રાખ‌વું કે જ્યારે ફરકાવવમાં આવે ત્યારે તે માનભર્યા સ્થાને રહે અને તે સ્પષ્ટ દેખાઈ આવે તેમ ગોઠવાયેલો પણ હોવો જોઈએ. જ્યારે સરકારી મકાન પર તિરંગો ફરકાવવમાં આવે ત્યારે તેને રવિવાર અને રજાનાં દિવસો દરમિયાન સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ગમે તે વાતાવરણમાં ફરકાવી શકાય છે. રાષ્ટ્રધ્વજને ત્વિરત ફરકાવતી અને ઉતારતી વખતે ધીમે ધીમે વિધિપૂર્વક ઉતારવો જોઈએ. વળી, રાષ્ટ્રધ્વજને રણશિંગાના સંગીત સાથે જ ફરકાવવાનો તથા ઉતારવાનો હોય છે. જ્યારે તિરંગો શેરીઓનાં ચોકમાં ફરકાવતા હોઈએ ત્યારે તેનો કેસરી પટ્ટો ઉતર તરફ રહે તે ધ્યાન પર લેવું, પ્રસંગોપાત કેસરી પટ્ટો પૂર્વ તરફ રાખી શકાય છે. જ્યારે વક્તાનાં મંચ પર ધ્વજ વક્તાની જમણી બાજુએ રહેવો જોઈએ અથવા પાછળ વક્તાઓથી ઉચ્ચા સ્થાને રાખવો જોઇએ. કારમાં ધ્વજ ફરકાવતી વખતે આગળનાં ભાગમાં બેસાડેલ સળિયા પર જ રાખવો જોઈએ.
ઘણીવાર તિરંગાને ફરકાવ્યા બાદ રઝળતો ફેંકી દેવામાં આવે છે
દેશભક્તિનાં ઉત્સાહમાં નાના બાળકો દ્વારા નાની સાઈઝનાં ધ્વજ લઈ બાદમાં રસ્તા પર ગમે તેમ ફેકી દેવામાં આવે છે, જેનાથી તિરંગાનું અપમાન થાય છે. વળી ઘણા લોકો જાહેર કાર્યક્રમમાં પણ ધ્વજ ઊંધા કે ફાટેલા ધ્વજ ફરકાવે છે. જો રાષ્ટ્રધ્વજનું સન્માન કરી ન શકાતું હોય તો તેને ફરકાવવાનું ટાળવું જોઈએ. - રાજુભાઈ ગાંધી (ગાંધી ટોપી), ગાંધીવાદી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો