તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત: IDSમાં રૂ. 100 કરોડનો ચોગ્ગો, કુલ 1200 કરોડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: આઇડીએસમાં આજે ફરી એકવાર એક જ દિવસમાં રૂપિયા 100 કરોડ જાહેર થયા હતા. અગાઉ ત્રણવાર આવુ બન્યુ હતુ આમ, આજે રૂપિયા 100 કરોડનો ચોગ્ગો લાગ્યો હતો. સ્કીમની સમાપ્તિને હવે માંડ ચાર દિવસ બચ્યા હોય અધિકારીઓ એડીચોટીનું જોર લગાવી ટોટલ ફિગર રૂપિયા 1500 કરોડની બહાર લઇ જવાના પ્રયાસ કરી રહ્યા છે. આજના રૂપિયા 100 કરોડની સાથે હાલ સ્કોર રૂપિયા 1200 કરોડ સુધી પહોંચ્યો છે.
100 કરોડનો ફિગર ચોથીવાર અચીવ
શનિવારે વીડિયો કોન્ફરન્સમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના અધિકારીઓએ સુરતમાંથી વધુને વધુ કાળુ નાણું બહાર લાવવા 5 દિવસ દરમિયાન જોમપુર્વક તુટી પડવાના આદેશ અપાયા હતા. જેથી અધિકારીઓએ જેનોટિસ ઇશ્યુ કરેલા તમામ કેસ આઇડીએસમાં ફેરવવા પ્રયાસ તેજ કર્યા હતા. સોમવારે સિટીલાઇટના બિલ્ડરે 31 કરોડ, રૂંઢ નાકાના બિલ્ડરે 12 કરોડ, અલથાણના બિલ્ડરને 10 કરોડ, અડાજણના બિલ્ડરે 14 કરોડ, પરવટ પાટિયાના બિલ્ડરે 5 કરોડ, પાંડેસરા જીઆઇડીસીના કાપડ ગ્રુપે 4.50 કરોડ ને પેનીસ્ટોકમાં 10 કરોડ જાહેર થયા હતા.
દ.ગુ.નો ફિગર 1400 કરોડ

સુરત કમિશનર રેન્જમાં વાપી સુધીનો વિસ્તાર આવે છે. માત્ર સુરત શહેરમાં આઇડીએસ હેઠળ રૂપિયા 1200 કરોડ જાહેર થયા છે જ્યાં સમગ્ર સાઉથ ગુજરાત જોડી દઇએ તો રૂ. 1400 કરોડ થાય છે.
‘અમે નામ આપતા નથી’

આવકવેરા વિભાગે આજે એક પ્રેસ રિલિઝ જાહેર કરી જણાવ્યુ હતુ કે આઇડીએસમાં કરદાતાના નામ જાહેર કરવામાં આવતા નથી. આ નામો ડિપાર્ટમેન્ટ આપતુ નથી. નોંધનીય છે કે સર્ચ કે સરવે ઓપરેશનથી બચવા માટે કેટલાંક કરદાતાઓ નામ જાહેર કરવા માટે હરખપદુડા બન્યા હતા.
અન્ય સમાચારો પણ છે...