સુરતમાં શરુ થઇ સ્પીડ અને થ્રીલથી આઇસ સ્કેટીંગ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ આઇસ સ્પીડ સ્કેટીંગનો પહેલો રાઉન્ડ યોજાયો, આજે સેમિ ફાઇનલ યોજાશે
 
- સિટીમાં પ્રથમ વાર આઇસ સ્પીડ સ્કેટીંગ ટુર્નામેન્ટ યોજાઈ છે
 
સુરત: સુરતમાં પ્રથમવાર નેશનલ આઇસ સ્પીડ સ્કેટીંગ ઓપન ચેમ્પિયનશીપ-2015 યોજવામાં આવી રહી છે. શુક્રવારે રાહુલ રાજ મોલમાં આ ચેમ્પિયનશીપનો પહેલો રાઉન્ડ યોજાયો. આઇસ ગ્રાઉન્ડ પર 150 પાર્ટિસિપન્ટ્સ 20 કિલો મીટર પ્રતિ કલાકની સ્પીડે દોડ્યા. કોઇ જીત્યુ, કોઇ હાર્યું પણ છ વર્ષના લીટર માસ્ટર્સથી લઇને 19 વર્ષના યંગ સુરતીઓનો જુસ્સો એકદમ અડીખમ રહ્યો. આજે સ્પીડ સ્કેટીંગની સેમિ ફાઇનલ યોજાશે, જેના વિનર ફાઇનલમાં 31મીએ ટકરાશે. સુરતી પ્લેયર્સનો ઉત્સાહ વધારવા માટે ચેમ્પિયનશીપમાં ઇન્ટરનેશનલ આઇસ સ્કેટીંગ એથ્લીટ શ્રૃતી કોટવાલે પણ હાજરી આપીને પાર્ટિસિપન્ટ્સને મોટીવેટ કર્યા હતાં. આ ટુર્નામેન્ટના વિનરને 31મીએ સિલ્વર, બ્રોન્ઝ અને સિલ્વર મેડલની સાથે સર્ટિફિકેટ આપવામાં આવશે.
 
 
- 31મીએ નેશનલ પ્લેયર્સ આઇસ હોકી રમશે
 
 
નેશનલ આઇસ સ્પીડ સ્કેટીંગ ઓપન ચેમ્પિયનશીપ-2015ની ફાઇનલ 31મીએ યોજાશે, જેમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આવનાર પ્લેયર્સને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ એનાયત કરાશે તેમજ નેશનલ આઇસ હોકી ટીમના મેમ્બર્સ સુરતમાં પહેલી વાર આઇસ હોકી રમશે. આ ચેમ્પિયનશીપ ત્રણ રાઉન્ડમાં યોજાઇ રહી છે, જેના પ્રથમ દિવસે ટાઇમ ટ્રાયલમાં 100 મીટરના ઓછા સમયમાં 3 લેપ પુરા કરનાર પ્લેયર્સને સિલેક્ટ કરવામાં આવ્યા હતાં. આ ટુર્નામેન્ટમાં 150 પ્લેયર્સ ભાગ લઇ રહ્યા છે, જેમાંથી 47 પ્લેયર્સ સુરતના છે.
 
- પહેલા આઈસ સ્કેટ્સ હાડકામાંથી બન્યા હતાં 
 
યુનિવર્સિટી ઓફ ઓક્સફોર્ડ અને અન્ય યુનિવર્સિટીએ કરેલા રિસર્ચ પ્રમાણે વિશ્વના પહેલા આઈસ સ્કેટ્સ 5000 વર્ષ પુર્વે પ્રના હાડકા માંથી બનાવવામાં આવ્યા હતા. હાડકામાંથી બનેલા સ્કેટ્સને લેધરની પટ્ટીથી બાંધીને સ્પીડ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. આ સ્કેટ્સને હાલમાં લંડનના મ્યુઝીયમમાં રાખવામાં આવ્યા છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, સ્પીડ વધારવા માટે રેસીંગ સ્કેટ્સ બેસ્ટ ઓપ્શન વિશે...