તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત: પતિ-પત્નીના ઝઘડાઓ પોલીસ મથકમાં ઉકેલાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: પતિ-પત્ની વચ્ચેના સામાન્ય ઝઘડાના કારણે હવે કુટુંબ જ નહીં પરિવારોમાં વિખવાદ ઉભા થઈ જાય છે. એક દંપતિ વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલતો હોય તો આ ઝઘડાનું મનદુખ વિવાદ ઉભો કરનારા પતિ-પત્ની વચ્ચે જ નહીં પણ બંને પક્ષોના પરિવારો વચ્ચે થાય છે. આખરે સમાધાન થાય તો બધા જ ખુશ પણ છૂટાછેડા થાય તો જીવનભર દુખની લાગણી અનુભવતા હોય છે.
પતિ-પત્નીના ઝઘડા છૂટાછેડા સુધી ન પહોંચે તે માટે પોલીસ કમિશનરનો હકારાત્મક નિર્ણય

પતિ-પત્નીના સામાન્ય ઝઘડા કાનૂની પ્રક્રિયા સુધી ન પહોંચે અને બંને વચ્ચે સમજૂતિ થાય તેવા એક હકારાત્મક આશયથી પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ એક પરિપત્ર બહાર પાડ્યું છે. હવે પછી ડીસીપી કક્ષાના અધિકારીની પૂર્વ મંજૂરી વિના ઘરેલુ હિંસાના કિસ્સામાં ગુનો દાખલ થશે નહી. પોલીસ તેમનું કાઉન્સેલિંગ કરશે અને જો યોગ્ય લાગશે તો જ ગુનો દાખલ કરવામાં આવશે. શહેરના મહિલા પોલીસ મથકમાં પતિ-પત્નીઓના ઝઘડાઓ બાબતે દર વર્ષે 1700થી વધુ અરજીઓ ફાઇલ થઈ રહી છે. અન્ય 27 પોલીસ મથકોમાં ફરિયાદની સરેરાશ સંખ્યા પણ આટલી જ છે.

શહેરી વિસ્તારમાં બદલાઈ રહેલા માહોલમાં દાંપત્ય જીવનમાં થતા વિખવાદો પણ વધી ગયા છે. જેના કારણે છૂટાછેડા થવાના કિસ્સા વધ્યા છે. આવું ન થાય અને પરિવાર આનંદથી દાંપત્ય જીવન જીવી શકે તે માટે પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ એક હકારાત્મક અભિગમ અપનાવી એક પરિપત્ર બહાર પાડ્યું છે.આ પરિપત્ર મુજબ, હવે કોઈપણ પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચાર કે ઘરેલુ હિંસાના કિસ્સામાં જ્યારે ફરિયાદ આવે ત્યારે તરત જ ગુનો નહીં નોંધી બંને પક્ષોનું કાઉન્સેલિંગ કરાશે અને ડીસીપી કક્ષાના અધિકારીની પૂર્વ મંજૂરી વિના સ્ત્રી અત્યાચાર કે ઘરેલુ હિંસાનો ગુનો નોંધાશે નહીં.
સામાન્ય ઝઘડાઓમાં ઘર તૂટવું ન જોઈએ

પતિ-પત્નીઓના સામાન્ય ઝઘડાઓ જ્યારે પોલીસ મથકે પહોંચે છે ત્યારે બંનેનું કાઉન્સેલિંગ કરવા સૂચના અપાઈ જ છે. તેની સાથોસાથ હવે ડીસીપી કક્ષાના અધિકારીની પૂર્વ મંજૂરી વગર ગુનો દાખલ નહીં થાય. કોઈનું ઘર નહીં તૂટે તેનો પૂરેપૂરો ખ્યાલ રખાશે. - આશિષ ભાટિયા, પોલીસ કમિશનર, સુરત શહેર


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો