તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત: હોલમાર્ક ટ્રાવેલ્સનો સરવે સર્ચમાં ફેરવાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: રૂપિયા 50 લાખની ઉપરની ડિપોઝિટના એક હજાર કેસની વિગતો આવ્યા બાદ આવકવેરા અધિકારીઓએ તપાસનો ધમધમાટ ચાલુ રાખ્યો છે. શનિવારે રજા હોવા છતાં શહેરમાં કુલ છ જગ્યાએ સરવે હાથ ધરાયો હતો. જેમાં ટ્રાવેલર્સ, ચીકનનો વેપારી, જ્વેલર્સ અને પીવીસી પાઈપ બનાવનારો વેપારી સાણસામાં આવ્યા હતા. ઘોડદોડના એક ટ્રાવેલ્સવાળાને ત્યાં રૂપિયા 80 લાખની નવી નોટ મળી આવતાં સરવે સર્ચમાં તબદીલ કરાયો હતો. શનિવારે પીએમજીકેવાયમાં કુલ રૂપિયા 7.88 કરોડની બેનામી આવક જાહેર કરવામાં આવી હતી.
 
ગત્ રોજ રેન્જ-9 દ્વારા પીપલોદ ખાતે આવેલી બ્લેક પેપર હોટલમાં તપાસ કરવામાં આવી હતી. હોટલ માલિકે મીયાણી અટકધારીએ  નોટબંધી દરમિયાન રૂપિયા 50 લાખની ડિપોઝિટ કરી હતી. શનિવારે હિસાબોની ચકાસણી બાદ રૂપિયા 48 લાખ પીએમજીકેવાય હેઠળ કબૂલ કરાયા હતા. જ્યારે હિસાબોમાં અન્ય ગડબડના લીધે રૂપિયા 37 લાખ વધારાના જાહેર કરાયા હતા. આમ, બ્લેક પેપરની કુલ બેનામી આવકનો આંક રૂ. 85 લાખ પર પહોંચ્યો હતો. આ ઉપરાંત ગતરોજ વરાછાના શાહ ફૂટવેરમાં પણ તપાસ થઈ હતી. રૂ. 65 લાખની ડિપોઝિટના આધારે શરૂ કરાયેલી તપાસમાં શનિવારે પીએમજીકેવાય હેઠળ રૂ. 54 લાખ જાહેર કરાયા હતા. જોકે શનિવારની રજા હોવા છતાં સરવે શરૂ કરાયા હતા.

રેન્જ-3ની ટીમ ઘોડદોડ રોડ સ્થિત શ્રી બાલાજી જ્વેલર્સ પર પહોંચી હતી જેણે નોટબંધીમાં રૂ. 4.75 કરોડ જમા કરાવ્યા હતા. પૂછતાછ બાદ જવેલર્સે 4.50 કરોડ પીએમજીકેવાય હેઠળ જાહેર કર્યા હતા. રેન્જ-3ની જ એક ટીમ સાયણ સ્થિત પીવીસી પાઇપ બનાવનાર મેટ્રો પ્લાસ્ટને ત્યાં તપાસ કરાઈ હતી જેણે રૂ. 79 લાખની ડિપોઝિટ કરી હતી. આઇટી સૂત્રોએ કહ્યું કે બે મહિનાથી ફેક્ટરી બંધ છે અને પિતાને અઠવાગેટની હોટલમાં દાખલ કરાયા છે. જ્યારે રેન્જ-3ની જ ટીમ દ્વારા ઘોડદોડ રોડના હોલમાર્ક ટૂર એન્ડ ટ્રાવેલ્સ પર તપાસ કરી હતી. સંચાલકે રૂ. 4 કરોડ બેન્કમાં ડિપોઝિટ કર્યા હતા. જે પૈકી રૂ. 2 કરોડ પીએમજીકેવાયમાં જાહેર કર્યા હતા. તપાસ દરમિયાન રૂ. 90 લાખની નવી કરન્સી મળી આવતાં નિયમ મુજબ તરત જ ઇન્વેસ્ટિગેશન વિંગને તપાસ માટે બોલાવી લેવાઈ હતી. હાલ વિંગની ટીમ તપાસ કરી રહી છે. રૂપિયા 90 બુકિંગના હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.
 
કોને-કોને ત્યાં તપાસ

બ્લેક પેપર હોટલ, પિપલોદ
શાહફુટવેર, વરાછા
શ્રી બાલાજી જ્વેલર્સ, ઘોડદોડ રોડ
અલીશાન ચીકન, સૈયદપુરા
મેટ્રો પ્લાસ્ટ, સાયણ
હોલમાર્ક ટૂર એન્ડ ટ્રાવેલ્સ, ઘોડદોડ રોડ

વિંગના 75 અને રેંજના 25 કરોડનો સમાવેશ

આજે થયેલી રૂપિયા 8  કરોડની જાહેરાત બાદ સુરતમાંથી પીએમજીકેવાયમાં સુરતમાંથી કુલ રૂપિયા 100 કરોડની જાહેરાત થઈ છે. જે પૈકી વિંગમાંથી રૂપિયા 75 કરોડ અને રેન્જના રૂપિયા 25 કરોડનો સમાવેશ થાય છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો