તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

17માં વર્ષે ‘હિંન્દ છોડો ચળવળ’માં જોડાયા, સ્વાતંત્ર્યસેનાની નિરંજનજીનું અવસાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલપાડ: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોનો વિરોધ બાબતે વિદેશી નીતિને ભૂલી સ્વદેશી નીતિ અપનાવવાની જાહેરાત કરતા સુરત જિલ્લાના ઓલપાડના મહેતા પરિવારે અંગ્રેજો સાથે પેઢી દર પેઢી ચાલી આવતો કાપડના વ્યવસાય આંખના પલકારામા ઠુકરાવી દીધો હતો. બાપુ સાથે હિન્દ છોડોની લડતમાં જોડાયેલો મહેતા પરિવાર અને તેમાં પોતાનું બાળપણ અને ભવિષ્યનો ભોગ આપી આઝાદીની હિંદ છોડો ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર નિરંજન મહેતા લાંબા સમયની બીમારી અવસ્થા બાદ શનિવારની સવારે 92 વર્ષની ઉંમરે અવસાન થયું હતું.
1942 માં મેટ્રિક સુધી અધુરો અભ્યાસ કર્યો

સ્વતંત્ર સેનાની એવા નિરંજનભાઈ ગણપતીશંકર મહેતાનો જન્મ 06-06-1925 ના રોજ થયો હતો. નાનપણથી જ તેઓ ખુબ જ હોશિયાર હતા. તેમણે 1942 માં મેટ્રિક સુધી અધુરો અભ્યાસ કર્યો હતો. જોકે તે સમયે આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાં હતા. અને દેશ પર બ્રિટીશરો રાજ કરતા હતા. ત્યારે નિરંજન મહેતાની મુલાકાત ગાંધીજી સાથે થઈ હતી. ઓલપાડ ખાતેની બેઠકમાં હાજરી આપવા આવેલા ગાંધીજીને સાંભળતા જ તેઓ ગાંધીના ચાહક થઇ ગયા અને તેમણે પણ દેશને આઝાદ કરવાની લડતમાં જોડાવાનું મન બનાવી લીધું હતું.
17 વર્ષની ઉંમરે 1942 ‘ હિંન્દ છોડો ચળવળ’ જોડાયા

1942ના સમયગાળા દરમિયાન બ્રીટીશરોને ભારત છોડવા માટેની ચાલી રહેલ હિન્દ છોડોની લડતમાં પણ તેઓ જોડાયા જેમાં નિરંજન મહેતાની બ્રિટીશ સરકારે ધરપકડ કરી એટલું જ નહી પહેલા ઓલપાડ ખાતેની જેલમાં રખાયા બાદ તેમને અમદાવાદ ખાતેની સાબરમતી જેલમાં લઈ જવામાં આવ્યા જ્યાં છ માસ સુધી તેમણે જેલ ભોગવી હતી. ચોંકાવનારી વાત તો એ છે કે ત્યારે તેમની ઉમર માત્ર 17 વર્ષની હતી. આ જ જેલવાસને કારણે તેમણે પોતાનો અભ્યાસ પણ છોડવો પડ્યો હતો.
દેશની આઝાદી માટે અનેકો ભોગ આપ્યા

પિતા ગણપતીશંકરનું સ્વપ્ન હતું કે નિરંજન એક સારો સોલીસીટર બને પણ આઝાદીની લડતનાં રંગે રંગાયેલા નિરંજન મહેતા આ અંગ્રેજોનાં હાથે આંદોલન અને પ્રદર્શન કરવાના ગુનામાં પકડાઈ ને મેટ્રીકની પરીક્ષાનાં સમયે જેલમાં સતત છ મહિના સુધી રહેતા તેમનો અભ્યાસ બગડવા સાથે તેમના પીતાજીનું સપનું પણ અંગ્રેજો એ રગદોળી નાંખ્યું. મૂળ ઓલપાડ ગામનો આ મહેતા પરિવારનો સ્વતંત્ર સંગ્રામ સાથે ઘણો નાતો છે. નિરંજન મહેતાના પિતા ગણપતીશંકર નરહરિશંકર મહેતા એ પણ દેશની આઝાદી માટે અનેકો ભોગ આપ્યા છે. સ્વાતંત્ર્ય સેનાનીની અંતિમયાત્રા પૂર્વે નેતાઓની પાંખી હાજરી વચ્ચે કોંગ્રેસના દર્શન નાયક તથા સામાજીક કાર્યકર સમીર મલેક ઉપસ્થિત રહ્યાં હતા.
અન્ય સમાચારો પણ છે...