મીંઢોળામાં પૂર, પાણી બારડોલી નગરમાં ઘૂસ્યાં: 141 લોકોનું સ્થળાંતર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી: બારડોલી નગરમાંથી પસાર મીંઢોળા નદીમાં ગુરુવારે ભારે વરસાદના કારણે મોડી સાંજથી પાણીની સપાટી ઝડપભેર વધી જતાં નગરના નૂર નગર, તલાવડી અને જૂની કોર્ટની ખાડાના રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. બારડોલી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક આ નીચાણવાળા વિસ્તારોમાં જઈ લોકોને બહાર સલામત રીતે નીકળી જવાની ફરજ પડી હતી. પ્રાંત અધિકારી પણ સતત મધ્યરાત્રિના ખડે પગે ઊભા રહી કામ ચલાઉ અગમચેતીના ભાગરૂપે સ્થળાંતર કરાવ્યું હતું. જ્યારે તેન ગામમાં પણ પાણી વરસાદી પાણી ભરાઈ જતાં 45 લોકોને સ્થળાંતર કરાવ્યું હતું.  નીચાણ વિસ્તારમાં ભરાયેલા પાણીના કારણે નૂર નગરમાંથી 61, તલાવડીમાંથી 45 અને જૂની  કોર્ટની સામેના ખાડામાંથી 35 લોકોને કામચલાઉ સ્થળાંતર કરાવ્યું હતું.
 
આગળ વધુ વાંચો: ત્રણ સભ્યો ખાટલો ઘરમાં ઉંચાઈ પર બાંધી બેસી રહ્યા
 
અન્ય સમાચારો પણ છે...