તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તબીબોની ચોથા દિવસે હડતાળનો અંત, તમામ માગણીઓનો સ્વીકાર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: ચોથા દિવસમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડન્ટ તબીબોની હડતાલનો સુખદ અંત આવ્યો હતો. તમામ માંગણીઓ 15 દિવસમાં ઉકેલી આપવાની પાલિકા તંત્રએ બાંહેધરી આપી હતી. પોલીસે 22 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. હડતાલને પગલે સ્થિતિ એ હતી કે, સ્મીમેરના રેસિડન્ટો સાથે ટિચીંગ સ્ટાફે પણ હડતાલમાં જોડાઈ જતાં સ્મીમેર હોસ્પિટલ લકવાગ્રસ્ત થઈ ગઈ હતી. સિવિલના રેસિડન્ટોએ પણ સમર્થન આપી હડતાલના મંડાણ કરતાં બંને હોસ્પિટલોની વ્યવસ્થા ખોરવાઈ જતાં દર્દીઓ ભગવાન ભરોસે મુકાઈ ગયાં હતાં. છેલ્લા બે જ દિવસમાં 400 થી વધુ દર્દીઓ અટવાતા પારાવાર પરેશાની ઉઠાવવાનો વખત આવ્યો હતો.
સ્મીમેર-સિવિલના 400થી વધુ રેસિડન્ટ-ઈન્ટર્ન રેલી કાઢી
રેલી કાઢવાની થયેલી જાહેરાત મુજબ સ્મીમેરના રેસિડન્ટો-ઈન્ટર્ન તબીબો સિવિલ ખાતે આવી પહોંચ્યા હતા અને તેમની સાથે સિવિલના રેસિડન્ટો પણ જોડાઈ જતાં સવારે 11.30 કલાકે રેલી કાઢવામાં આવી હતી. અને સિવિલથી કમિશનર કચેરી જઈને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ રેલીમાં 400થી વધુ રેસીડેન્ટો-ઈન્ટર્ન તબીબો બેનલ-પ્લે કાર્ડ સાથે જોડાયા હતાં.
રેસીડન્ટ આસિસ્ટન્ટ-એસોસિયેટ પ્રોફેસરની કમિટી ખામીઓનો સરવે કરશે

સ્મીમેર ખાતે રેસીડેન્ટ, એસોસિયેટ-આસીસ્ટંટ પ્રોફેસરોની એક કમિટીની રચના કરવામાં આવશે. આ કમિટિ સ્મીમેરમાં જ્યાં પણ સિક્યુરિટીની જરૂર છે તે પોઈન્ટ જણાવશે. તેમજ જ્યાં જ્યાં ખામીઓ છે તેનો સરવે કરીને રિપોર્ટ આપશે. કમિટી માંગણી કરશે તે પ્રમાણે જરૂરી સુધારા-વધારાઓ કરાશે.
તબીબોના આંદોલનને રાજ્યની અન્ય કોલેજોએ પણ સમર્થન જાહેર કર્યું હતું

સ્મીમેર હોસ્પિટલમાં સાંજે મળેલી બેઠકમાં તમામ માંગણીઓનો ઉકેલ આવતા રેસીડેન્ટોએ હડતાલ સંકેલી લેવાનો આખરે નિર્ણય કર્યો હતો. અને સાંજે 7 વાગ્યાથી ફરજ પર જોતરાઈ દર્દીઓને તપાસવા માંડ્યા હતાં. તો સિવિલ ખાતે પણ હડતાલનો અંત આ‌વ્યો હતો. તેમના સમર્થનમાં રાજ્યની અન્ય કોલેજોએ પણ સમર્થન જાહેર કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો