તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્મથી મૂકબધિર આયુષ વર્ષો બાદ મમ્મી-પપ્પા બોલ્યો, સાંભળી પણ શકે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કીમ: જન્મથી બહેરા મૂંગા જન્મેલા બાળકની ચિંતા કરતાં સામાન્ય પરિવારના માતા પિતા જ્યારે એકપણ રૂપિયાના ખર્ચ વિના પોતાનું માસૂમ ફૂલ જેવું બાળક સાંભળતું અને બોલતું થઈ જાય એનાથી મોટી આનંદની વાત માતા-પિતા માટે બીજી કઈ હોઈ શકે કીમના ગીતાનગરમાં રહેતા અને કંપનીમાં ફિટર તરીકેની નોકરી કરતાં સામાન્ય પરિવારના કિરણભાઇ ગોહિલના બે દીકરાઓ પૈકી નાનો દીકરો જન્મથી જ બહેરા અને મૂંગો જન્મ્યો હતો.
 
જેની જાણ તેમને અને તેમનાં પત્ની નીતાબેનને દીકરો ચાર વર્ષનો થયો ત્યારે થઈ. દીકરો બહેરો મૂંગો હોવાની જાણ થતાં તેઓને ખુબ જ દુ:ખ થયું સામાન્ય સ્થિતિ હોય જેથી લાખોનો ખર્ચ કરી બાળકનો ઈલાજ કરાવવો પણ અશક્ય હતો. ત્યારે તેમના મસીહા બનીને આવેલા ઓલપાડ તાલુકાના બ્લોક રિસોર્સ પર્સન અને અઠવાડિયામાં એકવાર દિવ્યાંગ બાળકોને ભણાવી સ્પેશિયલ ટ્રીટમેંટ આપતાં શિક્ષક મિલનભાઈ ભરતભાઇ પટેલે નિરાશ પરિવારમાં આશાનું કિરણ ઊભું કર્યું.
 
મિલનભાઈએ બહેરા મૂંગા બાળક આયુષને પ્રથમ શાળામાં એડમિશન અપાવી તેને ભણાવવાનું શરૂ કર્યું અને ત્યારબાદ સુરત, શ્રુતિ હોસ્પિટલના ડૉ. વિનોદભાઇ શાહ પાસે લઈ જઇ તમામ રિપોર્ટ કરાવી ઓપરેશન સફળ રીતે કરાવ્યું ઓપરેશન સફળ થતાં આયુષ હાલમાં બોલી અને સાંભળી શકે છે. ઉપરોક્ત ઈલાજ માટે કોક્લીયર ઇમ્પલાનરની ડોકટર દ્વારા ટ્રીટમેંટ કરાવાઈ જેમાં મગજની અંદર અને બહાર મશીન મૂકી મેગ્નેટ જોઇન્ટ કરાયું, જેને કારણે અન્ય બાળકની માફક આયુષ બોલી સાંભળી શકે છે. અંદાજે સાત લાખનો ખર્ચ સરકારે ઉઠાવી યોજના સાર્થક કરી છે.
 
મે પ્રથમ તો આયુષને ભણાવવાનું શરૂ કર્યું આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...