તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરત: દિશિત જરીવાલા હત્યાકાંડમાં ચાર્જશીટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: દિશિત જરીવાલા હત્યાકાંડમાં આરોપીઓ સામે ગાળિયો ફિટ કરવા માટે પોલીસે ચીફ કોર્ટમાં કોલ ડિટેઇલ સહિતના પુરાવા સાથેની ચાર્જશીટ રજૂ કરી હતી. જેમાં આરોપી સુકેતુથી જુદી રહેતી પત્ની સાક્ષી બની હતી. મૂળ 15 પાનાની ચાર્જશીટ ઉપરાંત કોલ ડિટેઇલ અને 108 પંચોની વિગતો હતી. આમ, પુરાવા સાથેની માહિતી કુલ 238 પાનાની હતી.
 
 
નોંધનીય છે કે ઉમરા પોલીસ મથકમાં દિશિત જરીવાલા હત્યા બાબતની ફરિયાદ ખુદ તેની પત્ની વેલ્સીએ તા. 29મી જુન, 2016ના રોજ નોંધાવી હતી. જો કે, પોલીસ તપાસ બાદ ફરિયાદી જ આરોપી બની ગઈ હતી. વેલ્સી અને સુકેતુ વચ્ચે લગ્નત્તેર સંબંધ હતા બંનેને દિશિત કાંટાની જેમ ખટકતો હતો. આથી ડ્રાયવર ધિરેન્દ્રસિંહની મદદથી દિશિતની ક્રુર હત્યા કરવામાં આવી હતી.
 
238 પાનાની ચાર્જશીટ
 
દિશિત જરીવાલા હત્યા કેસમાં ઉમરા પોલીસે તપાસ પૂર્ણ કરી સુકેતુ, વેલ્સી અને ધિરેન્દ્ર સામે ચાર્જશીટ દાખલ કરી છે. 238 પાનાની ચાર્જશીટમાં 108 જેટલા સાક્ષીઓનો ઉલ્લેખ પણ કરાયો છે. આ ઉપરાંત કેસમાં સૌથી મહત્વનું નિવેદન સુકેતુ અને ધિરેન્દ્રને સર્જન સોસાયટીમાં દિશિતના બંગલે લઇ જનાર રિક્ષાવાળાનું છે. પોલીસે કોર્ટ સમક્ષ સીઆરપીસી 164 મુજબનું નિવેદન લેવડાવ્યું છે. આરોપીઓને તે બંગલે લઈ ગયો ત્યાં સુધીની તમામ વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ડ્રાઈવરના નિવેદન મુજબના જરૂરી પુરાવા પોલીસે એકત્ર કર્યા છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ચાર્જશીટમાં વેલ્સી અને સુકેતુ ક્યાં રંગરેલીયા કરવા જતા તે જગ્યાઓનો ઉલ્લેખ
અન્ય સમાચારો પણ છે...