તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિધરપુરા હીરાબજારના બે વેપારીઓનું 10 કરોડમાં ઉઠમણું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: મહિધરપુરા હીરાબજારના બે વેપારીઓએ એક દિવસમાં ઉઠમણું કરી લીધું હોવાની વાતે શહેરના બા્ને માર્કેટમાં મોડી સાંજથી જોર પકડ્યું હતું.અનુક્રમે 2 અને 8 કરોડના હીરા લઇને ગાયબ થઇ ગયેલા બંન્ને વેપારીઓના લીધે 30 જેટલા અન્ય હીરાવેપારીઓનું પેમેન્ટ ફસાયું હોવાનું ચર્ચાય રહ્યું છે. મૂળ સૌરાષ્ટ્ર તેમજ દિલ્હીના એમ બે અલગ-અલગ વેપારીઓ જે સુરતના મહિધરપુરા વિસ્તારમાં આ‌વેલા હીરાબજારમાં ઓફિસ ધરાવે છે.
30 જેટલા હીરા વેપારીઓનું પેમેન્ટ ફસાયું હોવાની ચર્ચા
બંન્ને પૈકી સૌરાષ્ટ્ર મૂળનો વેપારી 2 કરોડના હીરા તેમજ દિલ્હીનો હીરાવેપારી 8 કરોડના હીરા લઇ છેલ્લાં 4 દિવસથી ગાયબ હોવાના મેસેજીસ ફરી રહ્યા હતા. જે પૈકી મોડી સાંજથી શહેરના બંન્ને માર્કેટોમાં કયા વેપારીઓના કેટલાં નાણાં ફસાયા છે. તે જાણવા ભીડ ઉમટી પડી હતી. કુલ 10 કરોડના ઉઠમણામાં 30 જટેલા વેપારીઓનું પેમેન્ટ ફસાયું હોવાનું હાલ ચર્ચાય રહ્યું છે. ગ્રીનલેન્ડની ટીએન કંપનીની નાદારીમાં નાણાં ડૂબ્યા હોવાનું પણ આ બંન્ને હીરાવેપારીઓના ઉઠમણાંમાં ચર્ચાયું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો