તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડેકલેરેશન સ્કીમ સફળ બનાવવા IT મેદાને, વરાછા બે બિલ્ડર ગ્રુપ સાણસામાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: આઇટીએ ડેકલેરેશન સ્કીમને સફળ બનાવવા માટે સરવે શરૂ કરી દીધાં છે. આજે સવારથી વરાછાના બે બિલ્ડર ગ્રુપને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે. વરાછા, કતારગામ અને કામરેજ ખાતેના કુલ સાત ઠેકાણે 40 જેટલાં અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. મોડી રાત સુધી અધિકારીઓએ તમામ ઠેકાણેથી કરોડો રૂપિયાના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. નોંધનીય છે કે એક તરફ ડેકલેરેશન સ્કીમ માટે આઇટી અધિકારીઓ ઠેર-ઠેર સેમિનાર કરી રહ્યા છે અને બીજી તરફ ડીઆઇ વિંગે સરવે શરૂ કરતાં બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. દરમિયાન, ભારે ચર્ચમાં રહેલી ડેકલેરેશન સ્કીમ હેઠળ રૂપિયા 6 કરોડ ડિકલેર કર્યા હોવાનું પણ જણવા મળી રહ્યુ છે.

આસારામ-નારાયણ, હવાલા કાંડ અને શ્રી હરિ જેમ્સને ત્યાંના સરવે અને ત્યારબાદ એપ્રાઇઝર રિપોર્ટ તૈયાર કરીને નવરાશ ભોગવી રહેલા ડીઆઇ વિંગના અધિકારીઓએ સ્પેશિક ઇન્ફોર્મેશનના આધારે વરાછાના બે બિલ્ડર ગ્રુપ માનસરોવર અને રાધિકા બિલ્ડરને ત્યાં તપાસ શરૂ કરી છે. બંને બિલ્ડર ગ્રુપના વરાછા અને કામરેજ સ્થિત આવેલાં પ્રોજેક્ટ અને એક ફાર્મ હાઉસ પર તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તમામ સ્થળે અધિકારીઓ પ્રોજેકટને લગતી માહિતી ચકાસી રહ્યા છે.

આઇટી સૂત્રોએ આપેલી માહિતી અનુસાર ગ્રુપનો રાધિકા નામનો એક પ્રોજેક્ટ વરાછા અને માનસરોવર નામક એક પ્રોજેક્ટ કામરેજ ખાતે છે. અગાઉ આ ગ્રુપ એસઆરકે તરીકે ઓળખાતુ હતુ જેમાં અનેક ભાગીદાર હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. આજના સરવેમાં સુરત ઉપરાંત વડોદરા અને રાજકોટના આઇટી અધિકારીઓ જોડાયા છે. આશ્ચર્ય વચ્ચે સુરતની વિવિધ રેન્જનો સ્ટાફ સિલેક્ટ કરવામાં આવ્યો નહતો.
આઇટી માટે વરાછાનું ઘેલું કેમ?

વર્ષ 2014માં આઇટીએ વરાછા ખાતે સર્ચ અને સરવે દ્વારા કુલ 100 કરોડની કરચોરી પકડી હતી. ત્યારબાદ વર્ષ 2015માં માત્ર એક જ કેસમાં કરચોરીનો આંક રૂપિયા 160 કરોડ પર પહોંચ્યો હતો. ડેકલેકેશન સ્કીમમાં પણ પહેલો કેસ વરાછાનો જ સામે આવ્યો છે.


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો