તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાજરી કૌભાંડ: શિક્ષિકાને ફરજ-મોકૂફ કરવાનો નિર્ણય લેવાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: શિક્ષણ સમિતિની કતારગામની શાળામાં લાંબા સમયથી ગેરહાજર શિક્ષિકાને પગાર ચુકવાતો હોવાનો દિવ્ય ભાસ્કરે કરેલા પર્દાફાશ બાદ ગેરહાજર શિક્ષિકાને તત્કાલ અસરથી ફરજ મોકૂફ કરવાનો નિર્ણય લેવાયો છે. આચાર્ય સહિતના વહીવટી વિભાગના કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ પણ શરૂ થઇ છે.

આચાર્ય સહિતના કર્મીઓ સામે ખાતાકીય તપાસ બાદ કાર્યવાહી થશે

કતારગામ સ્થિત લલીતા ચોકડી પાસે 289 નંબરની શાળામાં શિક્ષિકા સીમાબેન હિતેશકુમાર રાઠોડ છેલ્લા ઘણા સમયથી શાળામાં ગેરહાજર હોવા છતાં તેમનો પગાર ચાલુ હતો. આ અંગે દિવ્ય ભાસ્કરે હાજરી કૌભાંડનો પર્દાફાશ કરતાં સમિતિના ચેરમેન હસમુખભાઇ પટેલએ તપાસના આદેશ આપ્યા હતા. સતત ગેરહાજર રહેનાર શિક્ષિકા સીમા રાઠોડને તપાસ બાદ તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવાનો નિર્ણય લેવાયો છે. સીમા રાઠોડને ફરજ મોકૂફ કરવાની દરખાસ્ત શિક્ષણ નિયામકને કરવામાં આવી છે. સમગ્ર પ્રકરણમાં શાળાના આચાર્ય દર્શનાબેન શાહ પાસે સમગ્ર હકીકતનો અહેવાલ મંગાવાયો હતો. આ અહેવાલની ખાતાકીય તપાસ કરી આ કેસમાં સંડોવાયેલા આચાર્ય ઉપરાંત વહીવટી વિભાગના 3 ક્લાર્ક સામે પણ કાર્યવાહી કરવામાં આવશે એવું શાસનાધિકારીએ જણાવ્યું હતું.

શાસનાધિકારીનો જવાબદારીમાંથી છટકી જવાનો પ્રયાસ

આચાર્ય દર્શનાબેન શાહ દ્વારા શિક્ષિકા ગેરહાજર રહેવા સાથે પગાર ચાલુ રાખવામાં આવ્યો તે અંગે એકવાર નહિં 14 વાર શાસનાધિકારીને પત્ર દ્વારા જાણ થઈ હતી.  શાસનાધિકારી દ્વારા કોઇ જ પગલાં નહિં લેવાયા હોવાનો આચાર્ય દ્વારા આક્ષેપ કરાયો છે ત્યારે સમગ્ર પ્રકરણમાં શાસનાધિકારીની ફરજમાં ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે શાસનાધિકારીએ માત્ર શિક્ષિકા પર દોષનો ટોપલો ઢોળીને પોતાની ફરજમાંથી છટકવાનો પ્રયાસ કર્યો છે.  ભાજપ શાસકો શાસનાધિકારી સામે પગલાં લેશે કે પછી કેશોદ સહાય કૌભાંડની જેમ તપાસના નામે બચાવી લેવાશે શિક્ષણ જગતમાં એ ચર્ચા છે.

રૂપિયા 3 લાખ રીકવર કરવામાં આવશે

સીમાબેન રાઠોડ જુલાઇ 2016થી શાળામાં સતત ગેરહાજર હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રૂ. 3 લાખની રીકવરી શિક્ષિકા પાસે કરવામાં આવશે. જો રૂપિયા રીકવર કરવામાં નહિં આવશે તો તેમની સામે પોલીસ ફરિયાદ પણ કરાશે. - હિતેશ માખેચા, શાસનાધિકારી

સાહેબે જ મને શાળાએ ન જવા કહ્યું હતું

શાળાના આચાર્યના ત્રાસથી સીમા કંટાળી ગઇ હતી. જેથી અન્ય શાળામાં મારી બદલી કરવા માટે શાસનાધિકારીને રજૂઆત કરી હતી ત્યારે શાસનાધિકારીએ જ સીમાને કહ્યું હતું કે તારે આ શાળામાં હવે જવાનું નથી. જેથી તેણી શાળાએ ગઇ ન હતી. જો કે સીમાનો પગાર ચાલુ રહ્યો હતો તેમાં શાસનાધિકારીની જ ભૂલ થઇ છે. - હિતેશ રાઠોડ, શિક્ષિકા સીમાનો પતિ
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો