તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બારડોલી: સમગ્ર જિલ્લામાં દલિત સમાજ દ્વારા રેલી- વિરોધ પ્રદર્શન, પોલીસ તંત્ર દોડતું થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કોસંબા / વાંકલ / બારડોલી: ઉનામાં ગૌરક્ષકો દ્વારા દલીત યુવકો ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં કોસંબા ખાતે દલીતોએ રેલી કાઢી ગુજરાત બંધના એલાનને સફળ બનાવવા દુકાનો અને બજારો બંધ કરાવ્યા હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળેલી શાંતિપૂર્વકની રેલીની પરવાનગી ન હોય પોલીસે દલીત આગેવાનો સહિત 50થી વધુ લોકોને ડિટેન કર્યા હતાં.  ઉનાના સામઢીયાળામાં દલીત યુવાનો ઉપર થયેલા અત્યાચારના વિરોધમાં રાજ્ય ભરમાં દલિતો દ્વારા થઈ રહેલા વિરોધ અને આજે દલીતો દ્વારા આપવામાં આવેલા ગુજરાત બંદનો પડઘો કોસંબા તરસાડીમાં પણ પડ્યો હતો. ગુજરાત બંધના એલાનના પગેલ સવારે ડો. આંબેડકરની પ્રતિમા પાસે દલીત આગેવાનો અને સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતાં. અને ડો. આંબેડકરને પુષ્પાંજલી આપી ઉનામાં દલીત સમાજના યુવકો પર થયેલા અત્યાચરને સખ્ત શબ્દોમાં વખોડી કાઢ્યા હતાં. 
 
પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત 
 
દલીત સમાજના લોકો ભેગા થયા હોય કોસંબા પોલીસ સીપીઆઈ રાઠોડ વગેરેનાઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અને સમાજના આગેવાનોને રેલી વગેરે ન કાઢવા અનુરોધ કર્યો હતો. પરંતુ સમાજના લોકો પોતાની લાગણી વ્યક્ત કરવા રેલી સ્વરૂપે નીકળી દુકાનદારોને બંધમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો. જેના પગલે કોસંબા તરસાડીમાં લોકોએ બપોર સુધી બંધ પાળ્યો હતો રેલીમાં નીકળેલા દલીત આગેવાનો અને 50 જેટલા લોકોને પોલીસે અટક કરી એક કલાક બાદ છોડી મુક્યા હતાં.  ઉલ્લેખનિય છે કે, પોલીસ માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા કપરી બની છે. આજરોજ બપોર સુધી જિલ્લા પોલીસ કંટ્રોલમાં કોસંબા પાસે ધામરોડ પાસે હાઈવે ઉપર પથ્થરમારો થયો હોવાનું ફોન આવતાં કોસંબા પોલીસ દોડતી થઈ હતી.
 
પથ્થરમારીની ઘટનાના સમાચાર મળતા જ ડીવાયએસપી ઘટના સ્થળે આવી પહોંચ્યા
 
પોલીસે હાઈવે ઉપર સાવચેતીના પગલા રૂપે પેટ્રોલિંગ શરૂ કર્યુ હતું. પથ્થરમારીની ઘટનાના સમાચાર મળતા જ ડીવાયએસપી ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં. ભાજપ સરકારના શાસનમાં સમરસતાના નામે દલિતોની પ્રગતિ રૂંઢાય તે પ્રકારે ચાલતાં ષડયંત્ર સામે દલિતોના હક અને અધિકારી માટે સ્વધિકાર આદંલોન દ્વારા દલિતોની ન્યાયી માંગણીઓ પ્રત્યે યોગ્ય કાર્યવાહી કરવા સુરત જિલ્લા કોંગ્રેસના અનુસુચિત જાતિના ચેરમેનની આગેવાની હેઠળ તેમજ માજી સાંસદ ડો. તુષારભાઈ ચૌધરીની હાજરીમાં દલિત સમાજ અને કોંગી કાર્યકરોએ રેલીમાં નીકળ્યા હતાં. જે બારડોલી- સુરત રાજ્યધોરી માર્ગ પર પહોંચી માર્ગ પર ચક્કાજામ કરી નારાબાજી કરી હતી. કે, પોલીસ વચ્ચે દરમિયાનગીરી કરતાં આ રેલી તાલુકા સેવાસદન ખાતે પહોંચી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
 
સ્વઅધિકાર આંદોલન કરી ન્યાયની માંગણીઓ કરવા જણાવ્યું
 
બુધવારના રોજ સવારે બારડોલીના તલાવીડ ખાતે ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલ પર દલિત સમાજ તેમજ કોંગી કાર્યકરો ભેગા થયા હતાં. અને ઉના ખાતે દલિત સમાજન યુવાનો પર થયેલા અત્યારની પાછળના મુખ્ય સૂત્રધારોને ખુલ્લા પાડીને સજા કરવામાં આવે તેમજ ભાજપ સરકારના શાસનમાં સમરસતાના નામે દિલતો પ્રગતિ રૂંઢાય રહી છે. જેથી સ્વઅધિકાર આંદોલન કરી ન્યાયની માંગણીઓ કરવા જણાવ્યું હતું. ત્યારબાદ આ સભા રેલીમાં પરિણમી હતી. અને બારડોલી- કડોદરા રાજ્યધોરી માર્ગ પર મીંઢોળા પુલ નજીક ત્રણ રસ્તા પર પહોંચી હતી. અને માર્ગ પર બેસી ભાજપ સરકાર વિરોધી નારા બોલાવી વાહનોના ચક્કાજમ કરાવ્યા હતાં. ગણતરીના સમયમાં વાહનોની બંને તરફ લાઈન લાગી ગઈ હતી. જોકે, બારડોલી સહિત એસઓજી, એલસીબી પોલીસ આવી વચ્ચે દરમિયાનગીરી કરતાં દલિત સમાજ અને કોંગી કાર્યકરો ફરી રેલી સાથે તાલુકા સેવા સદન ખાતે પહોંચી મુખ્યમંત્રીના ઉપનામથી હુરિયો બોલાવી બારડોલી પ્રાંત અધિકારી કે. જી. રાઠોડને આવેદનપત્ર આપ્યું હતું. સ્તૃત મુદ્દાઓ સાથેનું આવેદપત્ર આપ્યું હતું. 
 
વાંકલમાં દલિત સમાજ અને કોંગ્રેસના આગેવાનોએ બજારની દુકાનો બંધ કરાવી આ અંગે વાંચવા આગળ જુઓ વધુ તસવીર...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો