• Gujarati News
  • Cow Meat filled Attack On Tempo, Tapi Jump Caught Dead Cleaner

ગૌમાંસ ભરેલા ટેમ્પો પર હુમલો થતા તાપીમાં કુદી પડેલા ક્લીનરનું મોત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૌમાંસ ભરેલા ટેમ્પો પર હુમલો થતા તાપીમાં કુદી પડેલા ક્લીનરનું મોત
પોલીસે એક સાથે ત્રણ ગુના નોંધ્યા
સવજી કોરાટ બ્રિજ પર અજાણ્યાઓએ ડ્રાઈવર પર હુમલો કરી તોડફોડ કરી

સુરત: મોટા વરાછા અને નાના વરાછાને જોડતા સવજી કોરાટ બ્રિજ પર શુક્રવારે મળસ્કે મોટા વરાછા તરફથી આ‌વતા ગૌમાંસ ભરેલા ટેમ્પોના ડ્રાઇવર પર ચાર અજાણ્યા ઈસમોએ હુમલો કર્યો હતો. હુમલો થતાં ક્લીનર નદીમાં કુદી પડતા મોત નિપજ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે મારામારીનો, ગૌમાંસ પકડાયાનો અને અકસ્માત મોતનો બનાવ નોંધ્યો હતો.શુક્રવારે વહેલી સવારે જીજે-5-એવી-7987 નંબરનો ટેમ્પો પુરપાટ ઝડપે મોટા વરાછાથી નાના વરાછા તરફ સવજી કોરાટ બ્રિજ પરથી આવી રહ્યો હતો. આ ટેમ્પોનો ચારેક અજાણ્યાઓ પીછો કરી રહ્યા હતા.

ટેમ્પો નાના વરાછાના એપ્રોચ પાસે પહોંચ્યો ત્યારે આ ટેમ્પોને અજાણ્યાઓએ આંતરી લીધો હતો. અજાણ્યા ઈસમોએ ટેમ્પોના ડ્રાઇવર મુસ્તાક દિલાવર સૈયદ( રહે.રજા ચોક, મીઠીખાડી, લિંબાયત)ને ઉતારીને તેના પર હુમલો કર્યો હતો એટલું જ નહી ચારેય ઈસમોએ ટેમ્પોમાં તોડફોડ પણ કરી હતી. આ ધમાલ જોઈ ક્લિનર રમજાન ખલીલખાન પઠાણ(રહે. રહેમાણિયા મસ્જિદ પાસે,ગોવિંદનગર,લિંબાયત)ને જાનનું જોખમ લાગતા ગભરાઇને ભાગવા લાગ્યો હતો. ભાગતા-ભાગતા તે નદીમાં કુદી પડ્યો હતો. રમજાનને ઇજાઓ પહોંચી હતી. આ બાબતે જાણ થતા સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

મુસ્તાકને સારવાર માટે ચોકબજારની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ પ્રકરણમાં પોલીસે મુસ્તાકની ફરિયાદ લઇને અજાણ્યાઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ દાખલ કરી હતી. ટેમ્પોમાં ગૌમાંસ હોવાની ચર્ચાના પગલે એફએસએલની મદદ લીધી હતી. સાંજે રિપોર્ટ આપી દીધો કે ગૌમાંસ એટલે રાત્રે મુસ્તાક અને મરનાર વિરુદ્ધ ગૌમાંસને લગતી ફરિયાદ દાખલ કરી હતી. બીજી તરફ રમજાનની લાશ નદી કિનારેથી મળતા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધીને તપાસ હાથ ધરી છે. રમજાન અજાણ્યાઓથી બચવા નદીમાં કુદી ગયો હતો કે દોડતા-દોડતા નદીમાં પડી ગયો તેની પણ પોલીસ તપાસ કરે છે.
તો હત્યાનો ગુનો પણ દાખલ થશે
રમજાન પઠાણની લાશનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. હાલ તો અકસ્માત મોતનો બનાવ નોંધ્યો છે. જો પોસ્ટમોર્ટમમાં ઈજાનો રિપોર્ટ આવશે તો હત્યાનો ગુનો દાખલ થશે.
તોડફોન કરનારાઓ ગૌરક્ષકો હોઇ શકે છે
મુસ્તાકને માર મારનારા અને ટેમ્પોમાં તોડફોડ કરનારા અજાણ્યાઓ ગૌરક્ષકો હોઇ શકે છે. જોકે આ બાબતે પોલીસે ગૌરક્ષો હોવાની વાતને સમર્થન તો નહીં આપ્યું પરંતુ તે દિશામાં તપાસ કરાતી હોવાનું ઇન્સ્પેક્ટર એચ.એસ.પુરાનીએ જણાવ્યું હતું.