તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બહુમતીના જોરે મંજૂર... મંજૂર થયું, વિપક્ષનું જોર કામ ન આવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: પાલિકાની સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોનું ફરી એકવાર મોઢું દબાવી બોલવા ન દેવાતા હોબાળો થયો હતો અને બહુમતી ના જોરે ભાજપ શાસકોએ તમામ કામ મંજૂર કરી દોઢ કલાકમાં જ સામાન્ય સભા આટોપી લીધી હતી. સામાન્ય સભામાં ઉરીમાં આતંકી હુમલામાં થયેલા શહીદોને બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી અપાઇ હતી. જો કે ત્યારબાદ એજન્ડા ઉપરના સ્થાયી સમિતિના કામો પર ચર્ચા શરૂ થતાં જ ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે તૂ તૂ મે મે શરૂ થઇ હતી.

મોટા વરાછાના પાણીના પ્રશ્ને કમઠાણ થયું, દોઢ કલાકમાં સભા પુરી
સામાન્ય સભામાં કોંગ્રેસના સભ્યોને ફરી એકવાર બોલવા ન દેતા હોબાળો
કોંગ્રેસના સભ્ય અસલમ સાયકલવાલાએ જણાવ્યું હતું કે સુરત પાલિકા પાસે ડે.કમિશનર, આસિટન્ટ કમિશનર, પર્સનલ ઓફિસર જેવા અધિકારી છે તો પછી નિવૃત અધિકારી લાવવાની ફરજ કેમ પડીω? આ નિવૃત અધિકારીને લાવવામાં આવે તો રૂપિયા 21 લાખ ચૂકાવવા પડશે. ત્યારબાદ ભૂપેન્દ્ર સોલંકી બોલવા ઉભા થતાં મેયરે બોલવાની તક આપી ન આપતા હોબાળો મચી ગયો હતો. છતાંય તમામ કામો બહુમતી ના જોરે મંજુર કરી સભા આટોપી હતી.
ટપકતા ગરનાળાની સમસ્યાનું નિરાકરણ લવાશે : મ્યુ.કમિ.
સહરા દરવાજા અને વરાછા રેલવે ગરનાળાના ટપકતાં ગંદા પાણી બાબતે કોંગ્રેસના નગરસેવક ભુપેન્દ્ર સોલંકીએ સામાન્ય સભામાં જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષમાં 15 વાર મનપાએ રેલવેને રજૂઆત કરી તેમ છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું તો જવાબદાર કોણω તેના જવાબમાં નવા કમિશનર એમ. થેન્નારાસને રેલવે વિભાગ સાથે બેઠક કરીને આ સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ કરાશે એવું જણાવ્યું હતું.
મનપામાં પરિણામલક્ષી કામ કરવાની કમિશનરોની પરંપરા રહી છે

સામાન્ય સભામાં ઝીરો અવર્સ દરમ્યાન ચર્ચામાં ભાગ લેતા ભાજપના સિનિયર નગરસેવક ડો.જગદીશ પટેલએ જણાવ્યું હતું કે સુરત પાલિકામાં ઘણા વર્ષોથી કમિશનરની પરંપરા રહી છે, કમિશનરોએ પરિણામ લક્ષી કામ કરવાની પરંપરા જાળવી છે. નવા મનપા કમિશનર 2000ની કેડરના છે. તેમના અનુભવનો સુરતની જનતાને લાભ મળશે.
સભા સંચાલનના નિયમોની ઐસી તૈસી

કોંગ્રેસ કોર્પોરેટર ભૂપેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું, મેયરે સત્તા અને બહુમતીના જોરે રાજકીય કિન્નાખોરી દાખવી કોંગ્રેસના સભ્યને ચર્ચા કરતા અટકાવી સભા સંચાલનના નિયમોની એસીતૈસી કરી લોકશાહીનું ખૂન કર્યું હતું. તમામ કોંગ્રેસના સભ્યોએ ચર્ચામાં ભાગ લેવાનો અધિકાર છે ભાજપના ડે.મેયર અને સીનીયર સભ્યો પણ મેયરના હઠાગ્રહથી શરમમાં મુકાયા હતા.
મોટાવરાછામાં પાણી-ગટરના પ્રશ્ને કોંગ્રેસ નગરસેવકનો આક્રોશ

સભામાં કોંગ્રેસ કોર્પોરેટર દેવજી ગોપાણીએ જણાવ્યું હતું કે મોટા વરાછામાં પાણી-ગટરના પ્રશ્ને 6 મહિનાથી રજૂઆત કરી છે પરંતુ નિરાકરણ આવ્યું નથી. લોકો પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. જે એજન્સીને 24 બાય 7નું કામ આપ્યું છે તે કંપની ફ્રોડ છે.
ગણવેશ કૌભાંડમાં FRI કરો

સામાન્ય સભામાં કોંગ્રેસ કોર્પોરેટર ભાવેશ રબારીએ શિક્ષણ સમિતિમાં બહુ ગાજેલા રૂા.36 લાખના ગણવેશ સિલાઇ કૌભાંડ તથા તાજેતરમાં કેશોદ બસ દુર્ઘટનામાં આચરવામાં આવેલા સહાય કૌભાંડમાં બેજવાબદારો સામે તત્કાલ FIR કરવા રજૂઆત કરી.
અન્ય સમાચારો પણ છે...