ઓછી કિંમતે સમગ્ર મશીનનું નિર્માણ કરવામાં આવ્યું
બારડોલી: બારડોલી ખાતે આવેલી તાજપોર કોલેજના વિદ્યાર્થીએ ફરી કઈક અલગ કરી બતાવ્યું છે. અને પોતાની પ્રતિભા ફરી એક સાબીત કરી છે જેમાં, વિદ્યાર્થીઓએ આ વખતે રોટી ચપાટી મેકિંગ મશીન બનાવ્યું છે. બારડોલી અગ્રગણ્ય કોલેજ એન. જી. પટેલ પોલિટેકનિકના મિકેનિકલ વિભાગના વિદ્યાર્થીઓ ભોરિંગ ખુશાલ, ડોમાડીયા બ્રિજેશ, ગજેરા ઉર્દિપ અને ખેતની અર્પિત દ્વારા મિકેનિકલ વિભાગના દ્વિતીય પાળીના કાર્યકરી વડા એચ.આર. જીવનરામજીવાલા, વી. એચ. પટેલ તથા ડી. જે. પટેલના માર્ગદર્શન હેઠળ ઓટોમેટિક ચપાતી મેકિંગ મશીન બનાવવામાં આવ્યું છે.
આ મશીનથી દર કલાકે 400 ચપાટી બનાવી શકાય છે
આ મશીનની વિશિષ્ટતાએ છે કે મોટી રેસ્ટોરન્ટ તથા હોટલોમાં જ્યાં ખુબ જ ઓછા સમયમાં મટા જથ્થામાં ચપાટી બનાવવાની જરૂરીયાત હોય ત્યાં આ મશીનની મદદથી ઝડપથી ઓટોમેટેડ મિકેનિકઝમ દ્વારા આ કાર્ય પૂર્ણ કરી શકાય છે. આ મશીનનો ઉપયોગ દ્વારા ઓરોગ્યપ્રદ રીતે દર કલાકે લગભગ 400 જેટલી ચપાટી બનાવી શકાય છે. પ્રોજેક્ટની સરળ અને ઉત્કૃષ્ટ ડિઝાઈનને કારણે ઓછી કિંમતે સમગ્ર મશીનનું નિર્માણ કોલેજ ખાતે વર્કશોપમાં વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતુ.