તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાજપોર કોલેજના વિદ્યાર્થીએ ભણવાનું ન ગમતા આપઘાત કર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બારડોલી: બારડોલીના તાજપોર ગામે આવેલ એન. જી. પટેલ પોલિટેકનિક કોલેજમાં કેમિકલ વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો 18 વર્ષીય વિદ્યાર્થીએ ગુરુવારે બપોરના સમયે હોસ્ટેલમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વિદ્યાર્થીએ સ્યુસાઈડ નોટમાં ભણવાનું ગમતુ ન હોવાથી આવું પગલું ભર્યુ હોવાનું લખ્યું હતું. સુરતના હજીરા ખાતે આવેલ ક્રિપકો ફર્ટીલાઈઝર કંપનીમાં ફાયરમેન તરીકે ફરજ બજાવતાં હિતેશભાઈ મંછાભાઈ પટેલ (રહે ભટલાઈ ગામ, ગૌરી ફળિયું) ના ત્રણ સંતાનોમાં 18 વર્ષીય મોટો દીકરો હેમીલ પટેલને બારડોલીના તાજપોર ગામે આવે આવેલ એન. જી. પટેલ પોલિટેકનિક કોલેજમાં કેમિકલ વિભાગમાં અભ્યાસ અર્થે મુક્યો હતો.
વિદ્યાર્થીના પિતા સુરતના હજીરાની ક્રિભ્કોમાં ફાયરમેન છે
કોલેજ નજીક વૈજનાથ ખાતે બી. ડી. ફૂટવેર કેમ્પસમાં કિષ્ના હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. હાલ ત્રીજા વર્ષમાં પાંચમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. ગુરુવારે બપોરના 12.30 વાગ્યાના સમયે હોસેટેલના રૂમના અન્ય ત્રણ વિદ્યાર્થીઓ આવી દરવાજો ખોલતા જ દ્રષ્ય જોઈ ગભરાય ગયા હતાં. 18 વર્ષીય હેમીલ પટેલ છતની હુકમાં પ્લાસ્ટિકની પટ્ટી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. હોસ્ટેલના સંચાલકો તાત્તાલિક બારડોલી પોલીસને જાણ કરી હતી.સ્થળ પર આવી પોલીસ તપાસ કરતાં હેમીલ પટેલના ખિસ્સામાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી.
કેમિલ પટેલે સ્યુસાઈડ નોટમાં જણાવ્યું કારણ

મમ્મી પપ્પા મને માફ કરી દેજો, હું મરી જાઉં એનું એ કારણ છે કે, મને ભણવાનું નથી ગમતું મને કોલેજ જવાનું પણ નથી ગમતું. મને ભણવામાં મન લાગતું નથી. પપ્પા તમે મારી બધી વીસ પુરી કરી છે. પણ મને ભણવાનું મન નથી. અને હવે મને મારી પાછળ પૈસા બગાડો એના કરતાં હું મરી જાઉં છું. તમે મમ્મી અને ભાઈ લોકોની સારી રીતે રહેજો. આ શબ્દો જણાવ્યા છે. હોસ્ટેલમાં રૂમના રહેતા મિત્રને મમ્મી પપ્પાને ફોન કરવા જણાવેલ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો