તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિવિલ હોસ્પિટલના રેસિડન્ટ તબીબો આજે 24 કલાકની હડતાળ પર ઉતરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: પાલિકા સંચાલિત સ્મીમેરમાં 2 રેસિડેન્ટ સહિત 3 તબીબ પર દર્દીના મિત્રો-સંબંધીઓએ કરેલા હુમલાની ઘટનામાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. મંગળવારથી પડેલી વીજળિક હડતાળને ગુરુવારે ત્રીજો દિવસ થયો હતો ત્યારે રેસિડેન્ટ તબીબોના સમર્થનમાં પ્રોફેસરો-મદદનીશ પ્રોફેસરો-સહપ્રાધ્યાપકો એમ ટીચિંગ સ્ટાફ પણ હડતાળમાં જોડાઈ ગયો છે, જેથી દર્દીઓ સાથે વિદ્યાર્થીઓ પણ ભગવાન ભરોશે મૂકાઈ ગયા છે.
- સવારે 8 વાગ્યાથી 12 કલાક ઇમર્જન્સી અને લેબર રૂમ પણ બંધ રહેશે સેંકડો દર્દી ભગવાન ભરોશે, ઇનચાર્જ ડીનને લેખિતમાં જાણ કરવામાં આવી

બીજીતરફ સિવિલમાં દર્દીઓનો સતત ભરાવો થઈ રહ્યો છે ત્યારે રેસિડેન્ટ તબીબોની જવાબદારી વધી છે તેવા સંજોગોમાં સિવિલના રેસિડેન્ટ તબીબો પણ સ્મીમેરના તબીબોના સમર્થનમાં શુક્રવારથી હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ઈમરજન્સી વિભાગની કામગીરી ચાલુ રહેશે. તેમણે ઈનચાર્જ ડીન ડો.જયેશ બ્રહ્મભટ્ટને લેખિત જાણ કરી હતી. ડીને સમજાવવાના પ્રયાસો કરતાં છેવટે આવતીકાલે 1 દિવસીય ટોકન હડતાળનો િનર્ણય લેવાયો છે. જેમાં ઈમરજન્સી સેવા પણ બંધ રહેશેે.
સારવારના અભાવે પરેશાન દર્દીઓએ છેવટે સ્મીમેરથી સિવિલની વાટ પકડી

સ્મીમેરમાં રેસિડેન્ટ તબીબોથી લઈને ટીચિંગ સ્ટાફ પણ હડતાળ પર ઉતરી જતાં દર્દીઓને પારાવાર પરેશાની સહન કરવાનો વારો આવ્યો છે. ગુરુવારે ત્રીજા દિવસે હડતાળ જારી રહેતાં દર્દીઓએ સિવિલની વાટ પકડવા માંડી હતી. સ્મીમેરના ઈમરજન્સી વિભાગમાં ડિલિવરી પેશન્ટની જ સારવાર શરૂ રખાઈ હતી, બાકી દર્દીઓને દાખલ કરવાનું ટાળવામાં આવ્યું હતું. સ્મીમેર જાણે લકવાગ્રસ્ત બની ગઈ હતી, જેથી તમામ હેલ્થ સેન્ટરોના 17 મેડિકલ ઓફિસરોને સ્મીમેર ખાતે ફરજ પર મુકાયા હતા. જો કે, તેમ છતાં દર્દીઓએ હાલાકી સહન કરી હતી. બીજીતરફ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓનો ભરાવો થવા માંડતાં ત્યાં પણ કફોડી પરિસ્થિતિ સર્જાઈ હતી. સ્ટ્રેચર પર દર્દીઓ રાહ જોતા રહ્યા ને તબીબોને જોવાનો સમય ન હોય તેવી સ્થિતિ સર્જાતાં દર્દીના સંબંધીઓએ બૂમાબૂમ કરવી પડતી હતી. એટલું જ નહીં દર્દીના ભરાવાથી નર્સિંગ સ્ટાફ અને રેસિડેન્ટ તબીબ વચ્ચે પણ ચકમક ઝરી હતી.
ટીચિંગ સ્ટાફમાં ફાડચા પડવા છતાં સાંજે તમામનો હડતાળને ટેકો

સ્મીમેરમાં હડતાળ પર ઉતરેલા રેસિડેન્ટ તબીબોના સમર્થનમાં પ્રાધ્યાપકો, સહપ્રાધ્યાપકો, મદદનીશ પ્રોફેસરો સહિતનો ટીચિંગ સ્ટાફ પણ જોડાઈ ગયો હતો. બપોર સુધી સ્ટાફમાં ફાડચા પડ્યાં હોય તેમ કેટલાંક વિભાગોમાં પ્રોફેસરો ફરજ બજાવતાં હતાં, પરંતુ સાંજે તમામ સ્ટાફે સમર્થન જાહેર કર્યું હતું.
સવારે 10.30 કલાકે રેલી કાઢી કલેક્ટરને આવેદન અપાશે

સિવિલ ખાતે સ્મીમેર અને સિવિલના રેસિડેન્ટ તબીબો એકત્રિત થઈ શુક્રવારે સવારે 10.30 કલાકે રેલી કાઢીને કલેક્ટર કચેરી જશે અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાશે તેમ સ્મીમેરના રેસિડેન્ટ અગ્રણી ડો.અમિત શર્માએ જણાવ્યું હતું.
કમિશરની બેઠકમાં પણ નિરાકરણ નહી આવ્યું

પાલિકા કમિશનર, ફેકલ્ટી ડીન, પ્રોફેરસો, રેસિડેન્ટ તબીબોની બેઠકમાં એક્સ-આર્મીમેનને મુકવા, આરોપીઓની ધરપકડ કરવી, સ્મીમેરમાં પોલીસ ચોકી શરૂ કરવી, એક દર્દી સાથે એક જ સંબંધી, સેન્ટ્રલ એલાર્મ સિસ્ટમ મુકવા જેવી માગણીઓ પર ચર્ચા ચાલી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો