તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રવીણ અને ગોવિંદના કેસમાં શહેર પોલીસને દારૂનો અડ્ડો પણ ન મળ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત: લઠ્ઠાકાંડમાં કાપોદ્રાના બે યુવાનોના મોત પ્રકરણમાં બે અજાણ્યા બૂટલેગર વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ગુનાઇત મનુષ્યવધ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાપોદ્રામાં 11 દિવસ પહેલા બે યુવાનોના શંકાસ્પદ મોત બાદ તેમના પોસ્ટ મોર્ટમ દરમિયાન લીધેલા વિશેરામાં ઇથાઇલ આલ્કોહોલ અને મિથાઇલ આલ્કોહોલ મળી આવતાં મરનારાઓના સંબંધીઓની ફરિયાદ લઇને કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઇ હતી. બંનેની તપાસ પણ ક્રાઇમ બ્રાંચ કરશે.
કાપોદ્રા પોલીસ 11 દિવસ બાદ કશું ઉકાળી શકી નથી
કાપોદ્રાની રામરાજ્ય સોસાયટીમાં ઘર નં. 130માં લાખાભાઇના મકાનમાં રહેતો પ્રવીણ રામજી કુરઘ અને રામરાજ્ય સોસાયટીમાં જ રાજુ ગોબર ભરવાડના મકાનમાં રહેતા ગોવિંદ નરસિંહ રેડ્ડીએ 11 દિવસ પહેલા ક્યાંકથી દારૂ લાવીને પીધો હતો. તે ઝેરી દારૂ હોવાથી પ્રવીણ તથા ગોવિંદની અચાનક તબિયત લથડી હતી. બંનેને અલગ-અલગ સમયે સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં સારવાર દરમિયાન ગણતરીના કલાકોમાં મોત નીપજ્યું હતું. તે સમયે મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નહતું. બંનેના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાયું તેમાં પણ મોતનું ચોક્કસ કારણ જાણી શકાયું નહતું. માટે બંનેના શરીરમાંથી વિશેરાના નમૂના લઇને એફએસએલને મોકલવામાં આવ્યા હતા. તેના રિપોર્ટની પોલીસ રાહ જોતી હતી.

એફએસએલના રિપોર્ટમાં બંનેના શરીરમાં ઇથાઇલ આલ્કોહોલ અને મિથાઇલ આલ્કોહોલ મળી આવ્યું હતું. તેના આધારે પોલીસે મરનાર પ્રવીણના કાકા દતા કુરઘની ફરિયાદ લઇને અજાણ્યા આરોપી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.તેમજ ગોવિંદના કેસમાં તેના સાળા તુકારામ બાબુરાવ રેડ્ડીની ફરિયાદ લઇને અજાણ્યા આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. બંને કેસમાં પોલીસે ગુનાઇત મનુષ્યવધની કલમ 304 અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. બંને કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.
એફએસએલનો રિપોર્ટ અઠવાડિયામાં

સામાન્ય રીતે વિશેરાનો રિપોર્ટ એફએસએલ 2 મહિનાથી તેનાથી વધુ સમયમાં આપતી હોય છે. પરંતુ સુરતમાં લઠ્ઠાકાંડના કારણે લોકો ટપોટપ મૃત્યુ થતા હોવાથી પોલીસે એફએસએલને શક્ય હોય એટલા ઝડપી રિપોર્ટ આપવા રજૂઆત કરી હતી. તેથી એફએસએલે માત્ર અઠવાડિયામાં જ બંને કેસમાં રિપોર્ટ આપી દીધો હતો. તેના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે અજાણ્યા આરોપીઓ બતાવ્યા

ડીસીબી, પીસીબી અને કાપોદ્રા પોલીસ તમામને દારૂના અડ્ડાઓના ઠેકાણા ખબર છે. મોટા ભાગના બૂટલેગરોના પોલીસ સાથે ઘરોબો છે પરંતુ નવાઇની વાત એ છે કે કાપોદ્રાવાળા કેસમાં મરનારાઓએ દારૂ ક્યાંથી લાવ્યા તે પોલીસને ખબર જ નથી! આથી પોલીસે આ કેસમાં અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ખરેખર તો પોલીસ મથક હદ વિસ્તારમાં દારૂના અડ્ડાઓ કેટલા છે, કેટલા બુટલેગરો વગેરે તમામ માહીતી પોલીસ પાસે હોય જ છેએ કોણ નથી જાણતું ?
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો