તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હીરાવેપારી સાથે દલાલોએ કરી 21 લાખની છેતરપિંડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: સરથાણા જકાતનાકા પાસે રહેતા એક હીરા વેપારી સાથે મહીધરપુરા હીરા બજારના ત્રણ દલાલોએ 21 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. દલાલોએ હીરા વેપારી પાસેથી 21 લાખનો હીરો લઇને તેને વેચીને રૂપિયા આપવાના વાયદો કર્યા બાદ રૂપિયા ચુકવ્યા પણ આપ્યા નહીં અને હીરો પણ આપ્યો નહતો.
- હીરાવેપારી સાથે દલાલોએ કરી 21 લાખની છેતરપિંડી
- મહિધરપુરાના 3 ઠગનું પરાક્રમ, ન તો નાણાં ચુકવ્યા કે ન હીરો આપ્યો
આ ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર, મહીધરપુરા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર મુળ અમરેલીના ઝાફરાબાદના વતની ભાવિક ધીરુભાઇ કોરાટ હાલમાં સરથાણા જકાતનાકા પાસે સ્વીસ્તીક ટાવરમાં રહે છે. તેઓ વરાછા અને મહીધરપુરા હીરા બજારમાં હીરાનો વેપાર કરે છે. 30 ઓક્ટોબર 2015ના રોજ ભાવિક કોરાટ મહીધરપુરા હીરા બજારમાં ડાયમંડ વિલેજ બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા હીરા દલાલ જીગ્નેશ ઉર્ફ જગદિશ ઉર્ફ જગો દેવજી વડાને મળ્યા હતા. ત્યાં ભાવિકે તેને 3.31 કેરેટનો એક હીરા બતાવ્યો હતો. જેની હાલની બજાર કિમત 21 લાખ રૂપિયા જેટલી થાય છે.

જીગ્નેશની ઓફિસમાં તે સમયે બેસેલા અન્ય દલાલો નિતિન કલ્યાણ જાદવ (રહે. ભાતની વાડી વરાછા) અને હિતેશ નાગજી તરસરૈયા (રહે. બાપા સિતારામ ચોક પાસે કતારગામ)ને ભાવિકે તે હીરો આપીને બાજુની બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા અમિતને હીરો બતાવીને આવવા કહ્યું.ત્યાંથી હીરો લઇને ગયેલા નિતિન અને હિતેશ હીરો લઇને ગયા બાદ પરત આવ્યા જ ન હતા. જગદિશે ભાવિકને કહ્યું કે તે નિતિન અને હિતેશ પાસેથી હીરો લઇને આપી દેશે. ત્યાર બાદ ત્રણેય દલાલોએ ભાવિકને હીરો કે રૂપિયા આપ્યા ન હતા. આખરે ભાવિકે બંને વિરુદ્ધ મહીધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...