રાહુલ હવે મંદિરે મંદિરે વિકાસ શોધે છે : સ્મૃતિ ઈરાની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોનગઢ:  હાલમાં કોંગ્રેસ પાર્ટીએ પોતાનો મૅનિફેસ્ટો જાહેર કર્યો છે એમાં એમણે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો દીકરીઓને મફત શિક્ષણ આપવાની જાહેરાત કરી છે. જોકે, મારે કોંગ્રેસી મિત્રોને જણાવવાનું કે ગુજરાતમાં પહેલેથી જ રાજ્યની ભાજપ સરકાર દ્વારા કન્યા કેળવણી બાબતે કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં કન્યાઓને પ્રાથમિક શિક્ષણ મફત આપવામાં આવે જ છે અને જરૂરિયાતમંદ ધોરણ નવથી બારની વિધાર્થીનીઓને પણ મફત શિક્ષણ આપવાની યોજના અમલમાં છે.

 

ગરીબ પરિવારની દીકરીને ડોક્ટર કે એન્જિનિયર બનવું હોય તો તેમના માટે મફત ટ્યુશનની વ્યવસ્થા પણ કરવામાં આવી જ છે. સને 2007 થી કન્યાઓને અભ્યાસ માટે એસટી બસ માટે ફ્રી પાસ આપવામાં આવ્યો છે. જોકે, કોંગ્રેસના મિત્રોને આ દેખાતું નથી. આ શબ્દો સોનગઢ ખાતે ચૂંટણી પ્રચાર અર્થે આવેલ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઉચ્ચાર્યા હતા. 


તેમણે આગળ જણાવ્યું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ગુજરાતમાં વિકાસ થયેલ દેખાતો નથી એઓ હાલમાં મંદિરે મંદિરે આટા મારીને વિકાસ શોધી રહ્યા છે. જોકે, એમણે ગુજરાતનો વિકાસ નિહાળવો હોયતો જનતાની વચ્ચે અને ગામડાઓમાં જવાની જરૂર છે. કોંગ્રેસ હાલમાં સત્તા મેળવવા સંઘર્ષ કરી રહી છે જયારે ભાજપ જનતાની સેવા કરવાનો મોકો મળે એ માટે ચૂંટણી લડી રહ્યું છે. 


સ્મૃતિ ઈરાનીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ભારતને લોકશાહીના પવિત્ર સ્થળ એવા સાંસદની ચોખટ પર માથું નમાવે એવો પ્રધાન સેવક મળ્યો છે. મોદીજીએ પોતાની માં ને બીજાને ત્યાં કામ કરતા જોઈ છે પોતે સ્ટેશન પર ચા વેચી છે, એટલે ગરીબ અને ગરીબીનું દર્દ શું છે એ એમણે ઘણી સારી રીતે ખબર છે. એમના વિચાર મુજબ વ્યક્તિનું આર્થિક ઉત્થાન શિક્ષાના માધ્યમથી જ કરી શકાય છે. એટલે એમણે ગુજરાતના મુખ્યમંત્રીના કાર્યકાળ વખતે શાળા પ્રવેશોત્સવ શરૂ કરાવ્યો હતો. આ યોજના થકી ગુજરાતમાં શિક્ષણનું સ્તર ઘણું ઊંચું આવ્યું છે. 


ગુજરાતની ભાજપ સરકારે આદિવાસી વિસ્તારોમાં કેટલીય શાળા, કોલેજ અને છાત્રાલયો શરૂ કર્યા છે અને અંદાજીત 17 લાખ જેટલા આદિવાસી છાત્રો માટે 200 કરોડ કરતા વધુની સ્કોલરશીપ ચૂકવી છે. જોકે આ બાબત કોંગ્રેસના ધ્યાન પર આવતી નથી. સ્મૃતિ ઈરાનીએ વિશાળ જનમેદનીને સંબોધતા આગળ જણાવ્યંપ કે કેન્દ્રની ભાજપ સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના જે લોકોએ બેંક જોઈ ન હતી એવા કરોડો લોકોને જનધનના માધ્યમ થી બેન્કિંગ સિસ્ટમ સાથે જોડી દીધા છે.ગ્રામ્ય વિસ્તારના બેરોજગાર યુવકોને મુદ્રા યોજના મારફત 50 હજારથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપી તેમને પગભર કરવાનું કામ ભાજપ સરકારે કર્યું છે. 

 

ખોટી જગ્યાએ મત જાય તો ચાર પેઢી સુધી વિકાસ ન થાય

 

સ્મૃતિ ઈરાનીએ અમેઠીનો ઉલ્લેખ કરી એક કિસ્સો સંભળાવ્યો હતો.એમના જણાવ્યા પ્રમાણે જ્યારે તેઓ 2014માં અમેઠીના સાંસદ તરીકે ચૂંટણી લડવા ગયા હતા ત્યારે એક વડીલ એમના પૌત્ર સાથે મને મળવા આવ્યા હતા.આ વડીલે જણાવ્યું કે એઓ જવાહરલાલ નેહરુને વોટ આપી પૂછયું કે અમારા ગામમાં ટ્રેન ક્યારે આવશે તેમણે જણાવ્યું કે અમને એટલે કે કોંગ્રેસને મત આપો એટલે ગામમાં ટ્રેન આવી જશે. એ પછી એમણે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને પણ આજ સવાલ પૂછતાં એમણે પણ જણાવ્યું કે અમને મત આપો તો ગામમાં ટ્રેન આવી જશે.

 

જોકે, ત્રણ પેઢી વીતી ગઈ પણ કોંગ્રેસે અમેઠીમાં ટ્રેન શરૂ કરી નથી. હવે રાહુલ ગાંધી આવ્યા છે. જોકે, ભાજપ સરકારે વર્ષો બાદ અમેઠીના લોકોની માંગ સંતોષી છે અને હાલમાં ટ્રેન શરૂ કરવાનું કામ પ્રગતિ પર છે. સ્મૃતિએ કોંગ્રેસ પાર્ટી પર કટાક્ષ કરતા જણાવ્યું કે અમેઠીના લોકોએ ખોટી જગ્યાએ મત આપ્યો તો તેમની ચાર પેઢીએ વિકાસ જોયો નથી.

અન્ય સમાચારો પણ છે...