તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટીદારોએ કર્યું બીજેપીના ‘શાહ’નું આનંદીબેન કરતા પણ મોટું અપમાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરત. ગુરુવારે બીજેપીના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં આયોજીત પાટીદાર સન્માન સમારોહમાં જ PAASના કાર્યકરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. વિરોધ કરી રહેલા લોકોએ ‘અમિત શાહ ગો બેક’ના સૂત્રો પોકાર્યા હતા. પાટીદાર આંદોલન શરૂ થયા બાદ બીજેપીના કોઈ નેતા કે જે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે તેમનું આટલું મોટું અપમાન થયું હોય તેવો આ પહેલો પ્રસંગ છે. હોબાળા બાદ અમિત શાહે પોતાનું ભાષણ 4 મિનિટમાં સમેટી લીધું હતું. તેમને પોતાના ભાષણમાં શબ્દો શોધવાની પણ તકલીફ પડતી હોય તેવું સ્પષ્ટ જણાતું હતું.
ક્યારેય ન થયું હોય તેવું થયું શાહનું અપમાન
- સુરતમાં આયોજીત કાર્યક્રમમાં આમ તો મુખ્યમંત્રી રુપાણી, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પુરષોત્તમ રૂપાલા, બીજેપીના રાજ્ય અધ્યક્ષ વાઘાણી ઉપસ્થિત હતા પરંતુ પાસના કાર્યકરોએ સૌથી વધુ વિરોધ અમિત શાહનો કર્યો હતો.
- આ અગાઉ પણ બીજેપી નેતાઓનો જાહેર સભાઓમાં થાળીઓ વગાડીને વિરોધ કરવામાં આવ્યો છે પરંતુ તેમાં આવા પ્રકારનો હોબાળો નહોતો થયો.
- ‘અમિત શાહ ગો બેક’ સૂત્રો પોકારવામાં આવ્યા હતા અને સમારંભ સ્થળે અવ્યવસ્થા સર્જતા વિરોધ કરનારાઓએ ખુરશી ઉછાળી હતી.
- બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષને અગાઉ ક્યારેય ન અનુભવ્યો હોય તેવા વિરોધનો સામનો કરવો પડ્યો હતો.
અમિત શાહનું અત્યાર સુધીનું સૌથી ટૂંકું ભાષણ
- બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેવી મહત્વના હોદ્દો સંભાળી રહેલા અમિત શાહનું પાટીદારો દ્વારા અપમાન અને તેના કારણે તેમણે ટૂંકાવી દીધેલું ભાષણ ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે.
- અમિત શાહનું 4.10 મિનિટનું ટૂંકું ભાષણ અત્યાર સુધીનું તેમનું સૌથી ટૂંકું ભાષણ હોવાની વાત પણ બહાર આવી છે.
- સામાન્ય રીતે કોર્પોરેશનની વોર્ડ બેઠકમાં પણ કોર્પોરેટર પોતાની રજૂઆત કરવામાં 10-15 મિનિટનો સમય લેતા હોય છે.
- અમિત શાહ ચૂંટણી સભાઓથી લઈ બીજેપીની વરિષ્ઠ નેતાઓની બેઠકમાં લાંબુ તથા સ્પષ્ટ બોલવા માટે પ્રચલિત છે.
- તો તેની સામે, બીજેપીના પાટીદાર નેતાઓના સન્માન સમારોહના મહત્વપૂર્ણ કાર્યક્રમમાં વિરોધ થતા અમિત શાહની બોડી લેન્ગવેજ તથા ભાષણમાં તેની વિપરિત અસર જોઈ શકાતી હતી.
4.10 મિનિટના ભાષણમાં શાહે પાટીદાર સમાજનું ઋણ સ્વીકારવામાં જ ફાળવ્યો સૌથી વધુ સમય
- પહેલી 48 સેકન્ડ બીજેપીના વરિષ્ઠ નેતા તથા ભાજપમાં સામેલ પાટીદાર નેતાઓનું અભિવાદન કર્યું હતું.
- બીજી 32 સેકન્ડ સન્માન સમારોહ આયોજીત કરનારા આગેવાનોના કાર્યોને બિરદાવવામાં પસાર કરી હતી.
- ત્યારબાદની 40 સેકન્ડમાં શાહે ગુજરાતનો વિકાસ, પાટીદાર સમાજનો વિકાસ અને બીજેપીનો વિકાસ એકબીજા સાથે જોડાયેલા છે તેની ખાતરી આપવાની વાત અમિત શાહે કહી હતી. પાટીદાર અને બીજેપી એકબીજાના પૂરક છે તેની વાત શાહે કરી હતી.
- બીજેપીના પાટીદાર નેતાઓનું આ અવસરે સન્માન કરવામાં આવ્યું તેનું ઋણ સ્વીકારવામાં બીજેપી અધ્યક્ષે 36 સેકન્ડ લીધી હતી.
- કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર અને રાજ્યમાં વિજય રૂપાણીની સરકારના વિકાસ કાર્યોના ગુણગાન માત્ર 28 સેકન્ડમાં ગાઈ લીધા હતા.
- ત્યાર પછીની 56 સેકન્ડમાં અમિત શાહે 1995થી લઈને અત્યાર સુધી બીજેપીના વિકાસમાં પાટીદાર સમાજનો સિંહ ફાળા વિશે વાત કરી પાટીદાર સમાજને જાણે રિઝવવાનો પ્રયાસ કર્યો હતો. મોદીના નેતૃત્વમાં દેશની વિશ્વમાં સર્વોચ્ચ દિશામાં બેસાડવાની દિશામાં બીજેપીના કાર્યકરો ભગીરથ પુરુષાર્થ કરશે તેની ખાતરી અમિત શાહે પોતાના ભાષણના અંતમાં આપી હતી.
- છેલ્લી 10 સેકન્ડમાં અમિત શાહે ભારત માતા કી જય અને વંદે માતરમના સૂત્રો પોકાર્યા હતા.
આગળની સ્લાઈડ્સમાં જુઓ, કાર્યક્રમમાં અવ્યવસ્થા ન સર્જાય તેવી અમિત શાહની ગણતરી પડી ખોટી... શાહ કેમ્પ માટે પણ પાટીદાર આંદોલન બનશે માથાનો દુઃખાવો... હાર્દિક પટેલે ફેસબુક પોસ્ટ દ્વારા અમિત શાહને આપી ચેલેન્જ... પાટીદાર આંદોલનમાં પડી રહ્યું છે ભંગાણ, બીજેપી પર મૂકાયો આક્ષેપ...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો