તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સોનગઢ: ‘કોંગ્રેસના મિત્રો શેખચલ્લીનાં સ્વપ્ન જોઈ રહ્યા છે’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોનગઢ/વ્યારા: ગુજરાતમાં સને 1995 થી ખાતું ખુલતું નથી અને કોંગ્રેસના મિત્રો શેખચલ્લીના સ્વપ્નની માફક ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવા ની વાત કરી રહી છે.જોકે એમનું એ સ્વપ્ન કદી સાકાર થઇ શકવાનું નથી. ભાજપની સરકારમાં ગુજરાતનો વિકાસ કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે. આગામી સમયમાં પણ રાજ્યમાં ભાજપનું શાસન યથાવત જ રહેવાનું છે એની તમને ખાત્રી આપું છું. આ શબ્દો વ્યારા ખાતે યોજાયેલ દક્ષિણ ગુજરાત બુથ કાર્યકર્તા મહાસંમેલન અને અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે ઉપસ્થિત કાર્યકર્તાઓ ને સંબોધતા જણાવ્યા હતા.
- વિરોધીઓએ અઢી વર્ષમાં કેન્દ્રની ભાજપ સરકાર પર ભ્રષ્ટાચારનો એક આક્ષેપ કર્યો નથી
- પાકિસ્તાનની ગોળીઓનો જવાબ લશ્કર દ્વારા ગોળાઓથી જ આપવામાં આવી રહ્યો છે
- કાશ્મીર માંગવા માટે નીકળેલા મિયાં નવાઝ શરીફને બલુચિસ્તાનમાં ઉલઝાવી દીધા છે

આગળ જણાવ્યું કે સમગ્ર દેશમાં ગુજરાત ભાજપનું સંગઠન આદર્શ સંગઠન છે. કોંગ્રેસ ભૂતકાળમાં 450 સાંસદો સાથે રાજ કરતી હતી તે હવે માત્ર 44 સાંસદો સાથે સમેટાઈ ગઈ છે. કોંગ્રેસે ગત સમયમાં મહારાષ્ટ્ર, હરિયાણા, કાશ્મીર આસામ જેવા રાજ્યોમાં સતામાં હતી ત્યાંથી સાફ થઇ ગઈ છે. જ્યાં હતું ત્યાં લૂંટાઈ ગયું ત્યારે હવે નથી ત્યાં શું શોધવા નીકળ્યા છો. એવો કટાક્ષ અમિત શાહે કર્યો હતો. અમિત શાહે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલગાંધી પાર ચૂટકી લેતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ અઢી વર્ષમાં શું કર્યું એવું રાહુલ બાબા પૂછી રહ્યા છે, પણ મારે કહેવું છે કે અઢી વર્ષના સમયમાં ભાજપની કેન્દ્ર સરકાર પર વિરોધ પાર્ટીઓ દ્વારા ભ્રષ્ટાચારનો એક પણ આક્ષેપ થયો નથી.
કોંગ્રેસના છેલ્લા દશ વર્ષના શાસનમાં રૂપિયા 12 લાખ કરોડના ગોટાળા બહાર આવ્યા હતા. ત્યારે દેશની જનતા કોંગ્રેસને પૂછે છે કે આ રૂપિયા ક્યાં લઇ ગયા. ભૂતકાળમાં દેશની સરહદની સ્થિતિ ચિંતાજનક હતી સામે પારથી ગોળીબાર શરૂ થઇ જતો હતો. જોકે હવે સ્થિતિ હવે બદલાઈ છે આમ છતાં રાહુલ બાબા કહે છે કે ગોળીબારની ઘટના તો હજી પણ થાય જ છે મારે રાહુલબાબાને કહેવું છે કે તમે પહેરેલા ઇટાલિયન ચશ્મા હવે તો ઉતારો. ગોળીબારની શરૂઆત તો પાકિસ્તાન દ્વારા જ થાય છે પરંતુ એનો અંત આપણી સેનાના જવાનો કરી રહ્યા છે, અને ઈંટ નો જવાબ પથ્થરથીની માફક આપવામાં આવી રહ્યો છે. આપણા પાડોશી પાકિસ્તાનના મિયાં નવાઝ શરીફ આપણું કાશ્મીર માંગવા નીકળેલા પરંતુ એમને બલુચિસ્તાનમાં એવા ઉલઝાવી દીધા છે કે એમને શું થઇ રહ્યું છે એ ખબર જ પડતી નથી એ આ સરકારની સિદ્ધિ છે.
વિવાદની નહિ પણ વિકાસની રાજનીતિ ભાજપ કરે છે, આ અંગેની વધુ વિગત વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો