મોબાઈલ ટાવરો માંથી બેટરી ચોરતી ટોળકી ઝડપાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી: સુરત જિલ્લા એલસીબી પોલીસે બાતમીને આધારે નેશનલ હાઈવે નં 48 પર કઠોદરા પાટિયા નજીકથી એક થ્રી વ્હીલ ટેમ્પામાંથી મોબાઈલ ટાવરમાં વપરાતી બેટરી ચોરતી ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડી તેમની પાસેથી પોલીસે 1.36 લાખની બેટરી 12 હજારનો કેબલ થ્રી વ્હીલ ટેમ્પો તેમજ પરચુરણ સામાન મળી 3.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત જિલ્લા એલસીબી ના ઈન્ચાર્જ પીઆઈ પી. એન. પઢીયારને બાતમી મળી હતી કે સુરત જિલ્લા તેમજ દ. ગુજરાતના અલગ અલગ વિસ્તારના મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરી કરતી ટોળકીના સભ્યો એક અતુલ શક્તિ થ્રીવ્હીલ ટેમ્પોમાં બેસી ટાવરમાંથી ચોરીને બેટરીના મુદ્દામાલ સગેવગે કરવાની પેરવીમાં છે. આ ટોળકીના સભ્યોએ ચોરીની બેટરી સુરતના લિંબાયત ખાતે આવેલ ગોડાઉનમાં રાખી છે.
 
પોલીસે 4 લોકોની ધરપકડ કરી

કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેહા નં 48 ઉપર મુંબઈથી અમદાવાદ ઉપર કઠોદરા ગામના પાટિયા પાસે એક અતુલ શક્તિ થ્રીવ્હીલ ટેમ્પામાં 4 ઈસમો પ્રમોદ ભીવાની ભીક પાંડે (19) (પીપોદરા, મૂળયુપી), વસીમજાન મહંમદ મલીક (22) (લિંબાયત મૂળ યુપી), હનિફજાન મહંમદ મલીક (26) લિંબાયત સુરત, મૂળ યુપી), કમલદ્દીન ઉર્ફે કલીમ જલાઉદ્દીન શેખ (32) (લિંબાયત, મૂળ મહારાષ્ટ્ર)ને ઝડપી પાડીપૂછતાછ
કરતાં તેમણે અન્ય સહઆરોપી અનવર, સાકીર, હારૂન (તમામ રહે. સુરત) તેમજ દિનેશ અને કયુમ તેમજ વાપીના સલમાન સથે ભેગા મળીકામને અંજામ આપ્યો હતો.
 
બેટરી- ટેમ્પો મળી 3.57 લાખના મુદ્દામાલ જપ્ત
 
સુરત જિલ્લાના કામરેજના સામપુરા તથા કોસંબા બ્રીજ તથા પલસાણા પોલીસ સ્ટેશનના માખિંગા તેમજ માંડવી પોલીસ સ્ટેશનના કરંજ જીઆઈડીસી તેમજ ઉંમરપાડા પોલીસ સ્ટેશનના ધાણાવડ ગામે, અને ઓલપાડના મોરભગવા ગામે, નવસારી બજારના કસવાવાવ, વાંસદામાં અંકલાસ, વલસાડ જિલ્લાના ઉંમરગામ તેમજ અલગ અલગ વિસ્તારમાં ઉપરાંત તાપી જિલ્લાના સોનગઢ, કાકરાપાર, ઉંચામાળા, સુરત શહેરના મોહણી, હજીરા તેમજ ભરૂચ જિલ્લાના ઝઘડીયા અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ટાવરમાંથી રાત્રિ સમયે ટેમ્પો તેમજ સફારી ગાડી અને ઓટો રિક્ષા વડે સ્થળ ઉપર પહોંચી તાળા તોડી બેટરી ચોરતા હતાં. પોલીસે તેમની પાસેથી 68 નંગ મોબાઈલ ટાવરની બેટરી 1.36 લાખ, 40 મીટર કેબલ 12000, મોબાઈલ ફોન 8500, ચોરીના સાધનો, રોકડ મળી 3,57,740 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો
હતો.
અન્ય સમાચારો પણ છે...