સુરત: એનેક્ષી બિલ્ડિંગના કાટમાળમાં પાલિકાનો ‘ઈતિહાસ’ સડ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: મહાનગરપાલિકાનું વહીવટી વિભાગ નિચીંત બની જતા સેક્રેટરી વિભાગના ભરોસે મુકાયેલી મહત્વના ઠરાવોની ફાઇલો કાટમાળ વચ્ચે ધૂળ ખાય રહી છે. સેક્રેટરી વિભાગની જર્જરીત જુની ઓફિસમાં રિપેરીંગ કામ શરૂ થતાં દસ્તાવેજો ખુલ્લામાં જ ભગવાન ભરોસે છોડી જવાબદારો ટેમ્પરરી ઓફિસમાં સ્થળાંતર થઈ ગયા છે. આ ઠરાવોની ફાઇલો જો ગુમ અથવા તો ચોરી થાય તો પરેશાની વેઠવાની નોબત પડી શકે છે, છતાં સેક્રેટરી વિભાગે આ મામલે કોઈ તાકીદ નહીં લઈ લાપરવાહીનો ચિતાર આપ્યો હોવાનો કહેવાય રહ્યું છે.
 
સુધરાઈ તરીકે ચાલતી કચેરી આજે પણ તેજ સ્થળે હયાત છે. તેની બરાબર બાજુમાં પાછળથી બનાવાયેલી એનેક્ષી બિલ્ડિંગનું નિર્માણ ગણતરીના વર્ષોમાં જ જર્જરીત બની જતાં રિપેરીંગ કામ ચાલી રહ્યું છે. પાલિકાના ચોથા માળે આવેલી સેક્રેટરી ઓફિસનું પણ મરામત કાર્ય શરૂં થતાં કાર્યલય પાંચમાં માળે શિફ્ટ કરાયું હતું. આ શિફ્ટીંગમાં જવાબદારો ઠરાવોની નકલો જયાંને ત્યાંજ કાટમાળની વચ્ચે તાળાં વગરની કબાટોમાં જ છોડી જતા રહ્યા છે. 
 
ઠરાવો જોગવાઈની કરોડરજ્જુ સમાન

પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઠરાવો પાલિકા જોગવાઈની કરોડરજ્જુ સમાન છે. ઠરાવોની જાળવણી ન કરાય તો ભાવિ પેઢીને નવા સંશોધન પાછળ ભોગવવું પડે તેમ છે. આ ઠરાવોની જરૂરિયાત ઉભી થતાં તેની નકલ માગ્યા મુજબ રજૂ કરવી પડે છે અને તે સંપુર્ણ જવાબદારી પાલિકાના સેક્રેટરી વિભાગની છે. જો આ ફાઇલ ગુમ થાય અથવા ચોરી થાય તો પાલિકાને ભારે નુકશાન વેઠવાની નોબત પડે તેમ છે.
 
ફાઇલ ચોરી થવાનો પણ ભય
 
પાલિકાના ઇતિહાસમાં મળેલા આજદિન સુધીના સર્વશ્રેષ્ઠ શાસકો અને તત્કાલીન અધિકારીઓની મહામહેનતે અને લાંબી ચર્ચા તેમજ સંશોધન બાદ પાલિકાની કાર્ય પ્રણાલીના નીતિ નિયમો ઠરાવોના રૂપમાં નિર્માણ કરાયા હતા. આ ઠરાવો પાલિકાની એક વ્યવસ્થા બની ગયા છે પણ વિટંબણા કે ઈતિહાસ સમાન આ ઠરાવો જર્જરીત ઓફિસના કાટમાળ વચ્ચે ધૂળ ખાઈ રહ્યા છે. પાલિકાના અસલ ઠરાવોની નકલનો સંગ્રહ ખુલ્લા રેકમાં તેમજ કબાટોમાં મુકાયો છે. આ કબાટો ખુલ્લી પડી રહેતા મહત્વના દસ્તાવેજ ચોરી કે ગુમ થવાની ચિંતા પણ જવાબદારોએ રાખી નથી. આટલી હદે ચાલતી લાલીયાવાડીથી પાલિકાનો સેક્રેટરી વિભાગ અગાઉ પણ ઘણાં વિવાદોનો પર્યાય બની ચુકયો છે.
 
‘અમારી પાસે ફાઇલો મૂકવાની જગ્યા નથી’

એનેક્ષી બિલ્ડિંગના ચોથા માળે આવેલી સેક્રેટરી ઓફિસમાં રિપેરીંગ કામ શરૂં કરાતા શિફ્ટીંગમાં નવી કચેરીમાં જેટલું સામાન સમાયું તેટલું ખસેડી લેવાયું છે. પાંચમાં માળે પણ ટેમ્પરરી શિફ્ટિંગ કરાયું છે, હવે પાંચમાં માળે રિપેરીંગ શરૂં કરાશે તો ત્રીજા માળે શિફ્ટિંગ કરવાનું છે. રિપેરીંગ પુર્ણ થતાં ફરી ચોથા માળે સામાન ખસેડાશે. હાલમાં ઠરાવોની ફાઇલો મુકવા માટે અમારી પાસે જગ્યા જ નથી. > અશોક એન. પટેલ, સેક્રેટરી, મનપા
અન્ય સમાચારો પણ છે...