• Gujarati News
  • Amit Shah Public Meeting, Surat Water Supply Time Change

સુરત: અમિત શાહની સભામાં હાજરી બતાવવા પાણી પર કાપ મુકાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત: બુધવારે લિંબાયતમાં અમીત શાહની જાહેરસભામાં જનમેદની ભેગી કરવામાં ચૂક નહીં થાય તે માટે લિંબાયતમાં પાણીનો સમય પણ બદલી નાંખ્યો છે. લિંબાયતમાં રોજ સાંજે 7 વાગ્યાથી પાણી સપ્લાય કરવાનો સમય છે. જોકે, બુધવારે જાહેરસભાનો સમય પણ આજ હોઈ લોકો પાણી ભરવા માટે વ્યસ્ત રહે તો સભામાં હાજરી ઓછી થાય તેવી શક્યતાને જોતા આ વિસ્તારમાં પાણી સપ્લાય બે કલાક પહેલાં કરી દેવાનું નક્કી કરાયું છે. ભૂતકાળમાં આવા જ કારણોસર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરસભામાં ફિયાસ્કા જેવી સ્થિતિ થઈ હતી. એટલે, તે અનુભવમાંથી બોધપાઠ લઈને આ વખતે પાણી સપ્લાયનો સમય બદલી દેવાની તજવીજ કરાઈ છે.
Paragraph Filter

- અમિત શાહની સભામાં હાજરી બતાવવા પાણી પર કાપ મુકાયો
- પાણીનો સમય 7 વાગ્યાથી બદલીને 5 વાગ્યાનો કરી દેવાયો
- જાહેરસભા પાસેના વિસ્તારોમાં પાણી સપ્લાય કરવાનો સમય છે

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ બુધવારે સુરતની મુલાકાતે છે. કેન્દ્રની મોદી સરકારની એક વર્ષની સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવાનો મુખ્ય હેતુ છે. એટલે, દિવસ દરમિયાન લિંબાયતમાં નિલગીરી ગ્રાઉન્ડ ખાતે વિશાળ જાહેરસભાનું આયોજન તેમનો સૌથી મોટો કાર્યક્રમ છે. આ જાહેરસભામાં લોકોની હાજરી દેખાડવામાં કોઈ કચાસ નહીં રહે તે માટે શહેર ભાજપ દ્વારા છેલ્લાં દિવસોથી કવાયત કરવામાં આવી રહી હતી. શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો, વિવિધઆ સેલ અને મોરચાના હોદ્દેદારોને પણ જાહેરસભા સુધી લોકોને લાવવા માટેની જવાબદારી સોંપવામાં આવી હતી.

લિંબાયત વિસ્તારમાં જાહેરસભા યોજવામાં આવી છે, અને જે સમયે સાંજે સાડા છ વાગ્યે જાહેરસભા યોજાવાની છે. તે સમય જ જાહેરસભાની આસપાસના તમામ વિસ્તારોમાં પાણી સપ્લાય કરવા માટેનો સમય છે. એટલે, જાહેરસભાના સમયે જ જો પાણી સપ્લાય ચાલુ હોય તો લોકો પહેલી પ્રાયોરિટી પાણી ભરવાના કામને જ આપે. વળી ઉનાળાના દિવસો પણ છે. આનેલીધે જનમેદની એકઠી કરવાની ગણતરી ઉંધી પડી શકે, તેવા સંદેહને પગલે લિંબાયત ઝોનમાં બુધવારે પાણી સપ્લાયનો સમય જ વહેલો કરાવી દેવાનું નક્કી કરાયું છે. આનેલીધે પાલિકાએ પણ બુધવારે લિંબાયત, ગોડાદરા વિસ્તારમાં પાણી સપ્લાયનો સમય સાંજે સાત વાગ્યાને બદલે સાંજે ચાર વાગ્યે રાખવાનું જાહેર કર્યું છે. અલબત્ત, પાલિકાના હાઈડ્રોલિક ઇજનેર પી.ડી. મુનશી પાણી સપ્લાયનો સમય બદલવા માટે મેઇન્ટેનન્સનું કારણ આપી રહ્યાં છે.

દરેક કોર્પોરેટરને એક એક બસ જેટલાં લોકો લાવવાનો ટાર્ગેટ, આ અંગે વધુ વિગત વાંચવા માટે આગળ ક્લિક કરો...