• Gujarati News
  • After The Girl's Body Had Been Thrown Into The Lake Killing

ભાટકોલ ગામે હત્યા કરાયા બાદ યુવતીની લાશને તળાવમાં ફેંકી દેવાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( ભાટકોલ ગામે હત્યા કરેલી યુવતીન લાશ મળી આવી )
ભાટકોલ ગામે હત્યા કરાયા બાદ યુવતીની લાશને તળાવમાં ફેંકી દેવાઈ
હત્યા કર્યા બાદ લાશને તળાવમાં લાવી ફેંકી દેવાઇ

કોસંબા: માંગરોળ તાલુકાના કીમ માંડવી રોડ ઉપર આવેલ ભાટકોલ ગામે રોડની બાજુમાં તળાવમાંથી 22 વર્ષીય યુવતીની હત્યા કરાયેલી લાશ શનિવારે સવારે જોવા મળી હતી. યુવતીને તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરેલી લાશ ફેંકી ગયા હોવાની શંકા સેવાઈ રહી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.કીમ માંડવી રોડ ઉપર આવેલ ભાટકોલ ગામે રોડને અડીને આવેલ તળાવના પાણીના કિનારે શનિવારના રોજ સવારે એક યુવતીની લાશ દેખાઈ આવી હતી. જે અંગેની કોસંબા પોલીસ સ્ટેશનના પાલોદ આઉટ પોસ્ટનેજાણ કરતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી યુવતીની લાશનો કબજો લઈ લાશને કોસંબા પીએમ માટે મોકલવામાં આવી હતી. યુવતીના શરીર ઉપર અને ગળાના ભાગે તથા છાંતીના ભાગે આઠથી વધુ તિક્ષ્ણ હથિયારથી ઘા કરેલા હોવાના નિશાન મળ્યા છે.

જેથી કોઈ ઈસમે યુવતીની હત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પોલીસે આ યુવતી કોણ છે તેની તપાસ આદરી છે. યુવતીના જમણા હાથ ઉપર (P) અંગ્રેજીમાં લખેલું છુંદણાનું નિશાન છે. યુવતીએ શરીરે નેટવાળુ ટોપ અને કાળા કલરનો જીન્સ પહેરેલ છે. હાલ યુવતી કે તેની હત્યા કરનારની કોઈ ઓળખ છતી થઈ નથી. પોલીસે અજાણ્યા ઈસમ ઉપર હત્યાનો ગુનો દાખલ કર્યો છે. યુવતી સાથે દુષ્કર્મ થયું છે કે નહીં તે પીએમ કર્યા બાદ જાણવા મળશે.
ખિસ્સામાંથી 3 નિરોધના પેકેટ મળ્યા
ભાટકોલ ગામે તળાવમાંથી અજાણી યુવતીની હત્યા કરેલી લાશ મળી આવી હતી. આ લાશના અંગઝડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી 3 નિરોધના પેકેટ મળી આવ્યા છે. આ યુવતી દેહ વ્યાપાર સાથે સંકળાયેલી હોવાની શક્યતા નકારી શકાય તેમ નથી.