વડોદરા / VCની ‘રિટર્ન’ગિફ્ટ ત્રણ વર્ષમાં 34 કરોડના ખર્ચે 12 માળનું એલુમ્ની હાઉસ

VC's 'return' gift, 12-storey Alumni House at a cost of 34 crores in three years
X
VC's 'return' gift, 12-storey Alumni House at a cost of 34 crores in three years

  • બીજી ટર્મ માટે નિમાયેલા VC પરિમલ વ્યાસના સત્કાર સમારંભમાં જાહેરાત
  • આર્ટસ ફેકલ્ટીના ડોમ જેવી ડિઝાઇન હશે, ડોનેશનથી જ 34 કરોડ ભેગા કરાશે

divyabhaskar.com

Feb 12, 2019, 02:27 AM IST
વડોદરા: મ.સ.યુનિ.માં સતત બીજી ટર્મ માટે નિમાયેલા વીસી પરિમલ વ્યાસના સત્કાર સમારંભમાં સિન્ડિકેટ મેમ્બર જીગર ઇનામદાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, માર્ચ-2021માં યુનિવર્સિટીમને 34 કરોડના ખર્ચે 12 માળનું એલુમ્ની હાઉસ બનાવવાની જાહેરાત કરાઇ છે.દેશ-વિદેશમાં ફેલાયેલા યુનિ.ના પૂર્વ વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક ધરોહર સમાન આર્ટ્સના ડોમ જેવી ડિઝાઇન સાથેનું એલુમ્ની હાઉસ બનાવાશે.
1. એલુમ્ની હાઉસ માટે વ્યક્તિઓ દ્વારા રૂમ સ્પોન્સર કરવામાં આવશે
દેશ-વિદેશમાં જાણીતી એજ્યુકેશન સંસ્થામાં એલુમ્ની હાઉસ બનાવવામાં આવ્યાં છે.જેમાં યુનિ.ના પૂર્વ વિદ્યાર્થીઓ રહેતા હોય છે અને યુનિ.ના કાર્યક્રમોમાં ભાગ લેતા હોય છે.તેવી જ રીતે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 2013ના વર્ષમાં યોજાયેલી એલુમ્ની મીટમાં એલુમ્ની હાઉસ બનાવવાનો વિચાર આવ્યો હતો.ત્યાર બાદ અગાઉ યોજાયેલી સિન્ડિકેટની બેઠકમાં મુદ્દો રજૂ કરીને તેને મંજૂર કરવામાં આવ્યો હતો.11 માર્ચ-19 થી સેનેટ મેમ્બરો સ્વખર્ચે દેશ-વિદેશમાં ફરીને પૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી એલુમ્ની હાઉસ માટે ડોનેશન ભેગું કરવા જશે.8 ઓક્ટો-19 ના રોજ એલુમ્ની હાઉસનું ખાત મુહૂર્ત કરવામાં આવશે.માર્ચ-2021 સુધી 34 કરોડના ખર્ચે બનનારું 12 માળનું એલુમ્ની હાઉસ તૈયાર થાય તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એલુમ્ની હાઉસ માટે વ્યક્તિઓ દ્વારા રૂમ સ્પોન્સર કરવામાં આવશે તથા હોલ માટે કોર્પોરેટ ક્ષેત્રમાંથી ફંડ આવશે તેમ મનાઇ રહ્યું છે.
2. સમારંભ પહેલાં એલુમ્ની હાઉસની જાહેરાત કરાઇ
એલુમ્ની હાઉસ માટે ડો.ભરત તથા અજીત કોઠારી દ્વારા અગાઉથી જ રૂમ બનાવવા માટે ડોનેશન આપવામાં આવશે તેવી પ્રતિબદ્ધતા બવાવી હતી.તેની સાથે અમેરિકામાં સ્થિત યુનિ.ના પૂર્વ વિદ્યાર્થીઓએ અમેરિકામાંથી વધુ ડોનર્સ સુધી એલુમ્ની હાઉસનો સંદેશો પહોંચાડીને વધુ ડોનેશન એકત્રિત કરવા માટે મદદ કરવાની તૈયારી બતાવી હતી. ફરી નિમાયેલા વીસીની ઇચ્છા મુજબ પહેલાં કામની વાત લોકો સમક્ષ મૂકવાની હતી.એટલે સમારંભ પહેલાં એલુમ્ની હાઉસની જાહેરાત કરાઇ હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી