ચેક બાઉન્સ/બેંકના માજી ડિરેક્ટરનો બે કરોડનો ચેક બાઉન્સ, બે વર્ષની સજા-4 કરોડનો દંડ

Two-year penalty for two-year check bounce, two years in jail, Rs 4-cr penalty

divyabhaskar.com

Dec 06, 2018, 02:56 AM IST

સુરત: એક-એક કરોડના બે ચેક બાઉન્સના કેસમાં આજે કોર્ટે ધી ઉધના સિટિઝન કો.ઓપરેટિવ બેન્ક લી.ના પૂર્વ ડિરેકટર ભરત શ્રીધર પાટીલને બે વર્ષની સજા અને ચેકની રકમ કરતાં બમણી એટલે કે ચાર કરોડની રકમ વળતર તરીકે ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.

જે તે સમયે ઉધના સિટિઝન કો.ઓપરેટિવ બેન્કના ઓથોરાઇઝ્ડ પર્સન મહેશ નરોત્તમ પટેલે નેગોશિયેબલ ઇન્સ્ટુમેન્ટ એક્ટ-135ની ચેક બાઉન્સની નોંધાવેલી ફરિયાદ મુજબ આરોપી ભરત શ્રીધર પાટીલ (રહે. 3, મેઘધારા બંગ્લોઝ, પીપલોદ) બેન્કમાં જ્યારે વાઇસ ચેરમેન હતા. તેમના ભત્રીજા પંકજ સુધાકર પાટીલની પેઢી તેજસ ટેક્સટાઇલના નામે બેંકમાંથી કેશ ક્રેડિટ લોન મેળવી હતી. જે લોનની ચુકવણી બેન્કને કરવામાં આવી ન હતી. જોગાનુજોગ આ સમયગાળામાં બેન્ક ક્લિયરિંગ હાઉસમાંથી નીકળી ગઈ હતી. હવે ઉઘરાણી શરૂ થતાં ભત્રીજા વતી આરોપી કાકા અને બેન્કના વાઇસ ચેરમેન ભરત પાટીલે જવાબદારી સ્વીકારી હતી. ખાનગી બેન્કના રૂપિયા એક-એક કરોડના બે ચેક આપ્યા હતા. જોકે, આ ચેક જ્યારે ક્લિયરિંગમાં રજૂ થયા ત્યારે તે સ્ટોપ પેમેન્ટના શેરા સાથે રિટર્ન થયા હતા. જેથી ફરિયાદી બેન્કે 12 માર્ચ, 2011ના રોજ ડિમાન્ડ નોટિસ પાઠવી હતી. આ નોટિસની બજવણી થઈ ગઇ હોવા છતાં આરોપીએ નોટિસની સમય મર્યાદામાં ચેકની રકમ ચુકવી નહતી.

ચેક બાઉન્સમાં દંપતિને એક-એક વર્ષની સજા

સુરેશ એલ. સાળવીએ દિવ્યેશ જરીવાલા અને ચેતના જરીવાલાને ધંધાના કામ અર્થે 11 લાખ ઉછીના આપ્યા હતા. આરોપીઓએ જે ચેક આપ્યા હતા તે બેન્કમાંથી પરત ફરતા મામલો કોર્ટમાં ગયો હતો જ્યાં કોર્ટે એક-એક વર્ષની સજા ચેકની રકમ ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો.

X
Two-year penalty for two-year check bounce, two years in jail, Rs 4-cr penalty
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી