ધમકી / ધારીમાં મહિલા PSIની છેડતી કરનાર અને હથિયારો સાથે પકડાયેલા કુખ્યાત શખ્સે કહ્યું મારે જેહાદ કરવી છે

divyabhaskar.com

Mar 17, 2019, 01:25 PM IST
The infamous person caught with woman's molestation and weapon, says I have to jihad
X
The infamous person caught with woman's molestation and weapon, says I have to jihad

  • PSIનું બાવડું પકડી તલવારો વીંઝી, વારંવાર પાકિસ્તાનનું નામ લઈ અરબી ભાષામાં સૂત્રોચ્ચાર પણ કર્યા

ધારી: લોકસભાની ચુંટણીને પગલે અમરેલી જિલ્લામા પોલીસ દ્વારા માથાભારે તત્વોના અટકાયતી પગલા લઇ તેમના રહેણાંકની પણ તલાશી લેવાઇ રહી છે. ત્યારે ધારીમા આજે એક મુસ્લિમ શખ્સે તલાશી માટે આવેલા મહિલા પીએસઆઇનુ બાવડુ પકડી તલવારો વિંઝી હતી. અને વારંવાર પાકિસ્તાનનુ નામ લઇ અરબી ભાષામા સુત્રોચ્ચારો કર્યા હતા. બાદમા આ શખ્સે પોલીસને મારે જેહાદ કરવી છે તેમ કહી ધમકી પણ આપી હતી.
પોલીસને ઘરમાં આવશો તો મારી નાખીશ તેવી ધમકી આપી
1.ધારીની નવી વસાહતમા રહેતા કુખ્યાત મુસ્લિમ શખ્સ ઇલીયાસ હબીબ કેરૂને આજે તલાશી માટે આવેલી પોલીસ પર હુમલો કરી ઉત્પાત મચાવ્યો હતો. મહિલા પીએસઆઇ સ્ટાફ સાથે ઇલીયાસના ઘર પર ગયા હતા. ભુતકાળમા આ શખ્સ હત્યા, ખુની હુમલાઓ સહિત અનેક ગુનાઓમા સંડોવાયેલો હતો. જેને પગલે તેના અટકાયતી પગલા લેવા જતા આ શખ્સે પોલીસને ઘરમાં આવશો તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. અને વારંવાર પાકિસ્તાનનુ નામ લઇ અરબી ભાષામા સુત્રોચ્ચારો પણ કર્યા હતા. 
તલહા ઇલીયાસ પણ પોલીસને સતત ધમકીઓ આપતો
2.તેણે મહિલા પીએસઆઇનુ બાવડુ પકડી છેડતી પણ કરી હતી. જો કે સ્ટાફે તુરંત બળપ્રયોગ કરી મહિલા પીએસઆઇને છોડાવી આ શખ્સના હાથમાથી તલવાર પણ છોડાવી હતી. જે દરમિયાન ઇલીયાસ કેરૂનને સામાન્ય ઇજા પહોંચી હતી. બાદમા પોલીસ તેની સારવાર કરવા લઇ જતી હતી ત્યારે પણ આ શખ્સે મારે સારવાર નથી કરાવવી જેહાદ કરવી છે તેમ કહી ધમાલ મચાવી હતી. તેનો પુત્ર તલહા ઇલીયાસ પણ પોલીસને સતત ધમકીઓ આપતો હોય અને અમારા ઘરે કુરાન છે તેમ કહી જેવા તેવા આક્ષેપો કરતો હોય પોલીસે બંનેને ઘાતક હથિયારો સાથે ઝડપી લીધા હતા.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી