RBIએ જૂની નોટોનું વેરિફિકેશન પૂરું કર્યું નથી, સુરતની બેંકોમાં ઘણી નોટો પડી છે

જૂની નોટોનો ચેસ્ટ બેંકોમાં ખડકલો, હજુ ડિસ્ટ્રોઇ  નહીં કરાઇ
જૂની નોટોનો ચેસ્ટ બેંકોમાં ખડકલો, હજુ ડિસ્ટ્રોઇ નહીં કરાઇ
Bhaskar News

Bhaskar News

Nov 11, 2018, 02:39 AM IST

સુરત: 8 નવેમ્બરે નોટબંધીને બે વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે સરકારના દેશને ડિજિટલાઇઝેશન તરફ લઇ જવાના ચક્કરમાં બેંકો રોકડ-લેસ થઇ છે. 18 હજાર કરોડથી વધુની રકમ 45 દિવસની નોટબંધીમાં શહેરની 45 બેંકોની 750 બ્રાંચમાં સુરતીઓએ જમા કરાવી હતી. જે મર્યાદિત જથ્થામાં આજે પણ શહેરની બેંકોમાં પડી રહી છે. બીજી તરફ શહેરની બેંકો પાસે નવી નોટોની મોટા જથ્થામાં ડિમાન્ડ કરવામાં આવી રહી છે ત્યારે માત્ર 5 ટકા સમાન કરન્સી શહેરની બેંકોને અલોટ કરવામાં આવી હતી. જેને પગલે લોકોને સમસ્યાનો સામનો કરવો પડયો હતો.

45 દિવસની નોટબંધીમાં શહેરની 45 જેટલી સરકારી, સહકારી અને ખાનગી બેંકોની 750 બ્રાંચમાં 18 હજાર કરોડની જૂની 500 અને 1000 કરોડની રકમ જમા કરવામાં આવી હતી. 8 નવેમ્બરે નોટબંધીને બે વર્ષ વીતી ગયા તેમ છતાં આજદિન સુધી વેપાર-ધંધામાં તેની અસર વર્તાતી હોવાનું શહેરના કાપડ અને ડાયમંડ ઉદ્યોગકારોનું મંતવ્ય છે. સરકારના દેશને ડિજિટલાઇઝેશન તરફ લઇ જવાના ચક્કરમાં બેંકો પાસે રૂપિયાની ખેંચ વર્તાઈ રહી છે. આ સાથે મોટી બે સરકારી બેંકોના 250 જેટલા એટીએમ પૈકી 40 ટકા એટીએમ આજે પણ ચાલતા નથી. તહેવારો દરમ્યાન નવી ચલણી નોટોની માંગ રહેતી હોય છે. એક આંકડા પ્રમાણે શહેરમાં 1000થી 1200 કરોડના રોકડ અને ચેકના વ્યવહાર થાય છે. ત્યારે દિવાળીના તહેવાર ટાણે પણ શહેરની મોટી બે ચેસ્ટ બેંકોમાં માત્ર 20 કરોડની નવી કરન્સી સપ્લાય કરવામાં આવી હતી.

નવી કરન્સી ચેસ્ટ માટે બે વર્ષથી માગણી છતાં મંજૂરી નહીં

શહેરમાં સરકારી અને ખાનગી બેંકોની 6 જેટલી ચેસ્ટ બેંકો છતાં શહેરની માંગણીઓને પહોંચી વળવું મુશ્કેલ પડી રહ્યું છે. ત્યારે ધી સુરત ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેંક દ્વારા ચેસ્ટ બેંકનો દરજ્જો આપવાની માંગણી છેલ્લાં બે વર્ષથી ચાલી રહી છે. જેની મંજૂરી હજુ સુધી નથી આપવામાં આવી.

રૂ. 10ના સિક્કા લેવા માટે હજી પણ ફેરિયાઓની આનાકાની

શહેરમાં રૂ.10ના સિક્કા સ્વીકારવા ફેરિયાઓ-વેપારીઓ ઇનકાર કરી રહ્યા છે. 10નો સિક્કો ચલણમાં હોવા મામલે આરબીઆઇનો સર્ક્યુલર છતાં ં લોકો તેનો સ્વીકાર કરતાં નથી. એક બેંક અધિકારીના મુજબ બેંકો પાસે રૂ.10ના સિક્કાનો મોટાે જથ્થો છે પણ ખાતેદારો તેને લેવા ઇનકાર કરી રહ્યા છે.

રૂ.1,2,5ની નોટો પણ લોકોએ ચલણમાંથી કાઢી નાખી


નોટબંધી પછી સામાન્ય વર્ગના લોકો મોટા ભાગે રૂ.100, 200 અને 500ની નોટનો આગ્રહ બેંકોેથી કરી રહ્યા છે. તેવું એક સરકારી બેંકના અધિકારીએ ચર્ચા દરમ્યાન જણાવ્યું છે. વધુ ઉમેરતાં રૂ.1,2 અને 5ની નોટ ચલણમાં છે તેમ છતાં લોકોએ તેની જાતે જ નોટબંધી કરી દીધી છે.

જૂની નોટોનો ચેસ્ટ બેંકોમાં ખડકલો, હજુ ડિસ્ટ્રોઇ નહીં કરાઇ

જૂની 500 અને 1000ની નોટનો જથ્થો હજુ પણ શહેરની ચેસ્ટ બેંકોમાં જમા પડી રહી છે. આરબીઆઇ દ્વારા નોટોનું વેરિફિકેશનનું કામ ચાલી રહ્યું હોવાનું એક નેશનલાઇઝેશન બેંકના વડા અધિકારી સાથે થયેલી ચર્ચા દરમ્યાન જાણવા મળ્યું હતું. હજુ જૂની નોટોને ડિસ્ટ્રોઇ કરી નથી. જોકે, શહેરના અધિકારીઓ કોઇ પગલાં લેવાવાના ભયના કારણે જૂની નોટો શહેરમાં હોવાનો ઇનકાર કરી રહ્યા છે.

સીસી-ઓડી માટે ઇન્ડસ્ટ્રીને મનાઈથી મુશ્કેલી

બેંકના રૂપિયા રોકડ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ રૂપે ઉદ્યોગકારો વાપરી ચૂકવણું કરતાં નહી હોવાના કિસ્સાઓ પણ થોડા સમયમાં સામે આવ્યા છે. ત્યારે બેંકો દ્વારા સલામતીના પગલાંને જોતાં આર્થિક રીતે મજબૂતાઈ ધરાવતા એકમોને જ રોકડ ક્રેડિટ કે ઓવરડ્રાફ્ટ સેવાનો લાભ આપી રહ્યા છે. આ ઉપરાંત ટેક્સટાઇલ ક્ષેત્રે મોટું નામ ધરાવતા એક ઉદ્યોગ અગ્રણીએ નામ નહી આપવાની શરતે જણાવ્યું હતું કે, તેમના વિસ્તારના એકમો વતી થોડા દિવસો અગાઉ બેંકમાં સીઓડી અને સીસીને લઇને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે બેંક અધિકારીએ ટેક્સટાઇલમાં મંદી છે અને ઉપરથી સૂચન છે ટેક્સટાઇલમાં સીસી લિમિટ નહીં વધારવા તથા ઓડી નહી આપવા મનાઈ ફરમાવાઈ હોવાનું કારણ આપવામાં આવ્યું હતું.


હાલમાં જ સરથાણાં કન્વેન્શન ખાતે સરકારી બેંકોના આગેવાનો સહિત રાજ્ય ઉદ્યોગ મંત્રી સી.આર.ચૌધરીની હાજરીમાં 59 મિનિટમાં એસએમઇ સેક્ટરને લોન મળી જાય તે માટે એક વિશેષ પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે બીજીતરફ શહેરની ઇન્ડસ્ટ્રીને બેંકો દ્વારા કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ આપવા આનાકાની કરાઇ રહી છે.

11 પીએસયુ બેંકોની હાલત કફોડી બની

સરકારી બેંકના આગેવાન સાથે થયેલી ચર્ચામાં તેમણે જણાવ્યું હતું કે, 11 પીએસયું બેંકોની હાલાત કફોડી બની છે. વધતાં એનપીએને જોતાં આરબીઆઇએ ખાસ સર્ક્યુલર જાહેર કરી લોકોને ધિરાણ કરતાં પહેલાં પરવાનગી મેળવવો નિયમ અમલમાં લાવી દીધો છે.

X
જૂની નોટોનો ચેસ્ટ બેંકોમાં ખડકલો, હજુ ડિસ્ટ્રોઇ  નહીં કરાઇજૂની નોટોનો ચેસ્ટ બેંકોમાં ખડકલો, હજુ ડિસ્ટ્રોઇ નહીં કરાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી