વિવાદ / સુરતમાં રેપિડોએ બાઇક ટેક્સી સેવા તો શરૂ કરી દીધી પરંતુ આરટીઓ પાસે પરમિટ જ ના લીધી

Rapid in Surat did not take a permit from RTO for bike taxi service
X
Rapid in Surat did not take a permit from RTO for bike taxi service

  • 70 બાઇક ટેક્સીથી શહેરમાં  સેવા શરૂ કરી પણ આરટીઓના નિયમ મુજબ 200  ફરજિયાત

Divyabhaskar.com

Jan 11, 2019, 02:20 AM IST
સુરત: રેપિડોએ શહેરમાં બાઇક ટેક્સી સેવા શરૂ કરી છે. પણ આરટીઓ પાસે બાઇક ટેક્સી ચલાવવાની પરમિટ જ લીધી નથી. જેથી આરટીઓ તેની સામે કાર્યવાહી  કરશે.આરટીઓના ઇન્ચાર્જ પાર્થ જોષીએ જણાવ્યું હતું કે, રેપિડોએ અમારી પાસે કોઈપણ પ્રકારની પરમિટ લીધી જ નથી. જેથી તેઓ બાઇક ટેક્સી સેવા શરૂ કરી શકે નહીં. તેમણે બાઇક ટેક્સીના પરિપત્રનું પાલન કરી સૌથી પહેલાં અમારી પાસે પરમિટ લેવી પડશે. 

1. બસ-રિક્ષાની જેમ બાઇક ભાડેથી લેવાશે
પેસેન્જર બસ, રિક્ષા કે કારનું ભાડું ચૂકવી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. તેવી જ રીતે બાઇકનું પણ ભાડું ચૂકવી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે.
2. અમારે પરમિટની જરૂર રહેતી નથી
 અમારી રેપિડોએ બાઇક ટેક્સીની પરમિટ લેવાની જરૂર રહેતી નથી. અમે માત્ર પ્લેટફોર્મ આપ્યું છે.ભાડાની આવકમાંથી અમુક ટકા અમારું કમિશન રહેશે તે જ અમારો નફો હશે. - અમનદીપ બેદી, ઓપરેશનલ હેડ, રેપિડો 
3. બાઇક ટેક્સીના નિયમો શું છે?
  •  આરટીઓ પાસે બાઇક પરમિટ લેવી ફરજિયાત.
  •  બાઇક 50 સીસીથી વધુનું, ફિટનેસ સર્ટી અ્ને થર્ડ પાર્ટી વીમો જરૂરી. એગ્રીગેશન કરનાર પાસે 200 બાઇક  હોવી જોઇએ.
  •  બાઇક ટેક્સીના પ્રચાર માટે લાઇસન્સ- કોલ સેવા જરૂરી.બાઇક ટેક્સીના ડ્રાઇવર પાસે ટ્રાન્સપૉર્ટ વાહનનું બેઝ, પોલીસ એનઓસી, યુનિફોર્મ અને તેનો મોબાઇલ જીપીએસથી કંટ્રોલરૂમમાં જોડાયેલો હોવો જોઇએ.
  •  બાઇક ટેક્સીના ડ્રાઇવર અને તેની પાછળ બેસનારા પેસેન્જર પાસે હેલમેટ જરૂરી.- બાઇક ટેક્સી 10 ડિગ્રી ઓછા, 40 ડિગ્રીથી વધુ તપામાનમાં કે વરસાદમાં ચલાવી શકાશે નહીં.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી