Home » NRG » USA » NRI husband told his wife that this is not India, here all alcohol is drinking

NRI પતિએ પત્નીને કહ્યું આ ઈન્ડિયા નથી, અહીં તો બધા દારૂ પીએ છે

Divyabhaskar.com | Updated - Jan 06, 2019, 03:35 AM

  • NRI husband told his wife that this is not India, here all alcohol is drinking
    પ્રતિકાત્મક તસવીર

    સુરત: અમેરિકા રહેતી પરિણીતાને તેના એનઆરઆઈ પતિ અને કાકી સાસુએ દારૂ પીવા અને નોનવેજ ખાવા દબાણ કરી માર મારી માનસિક ત્રાસ આપી ઈન્ડિયા મૂકી ગયા હતા. પરિણીતાએ મહિલા પોલીસમાં પતિ સહિત 7 એનઆરઆઈ સામે ફરિયાદ આપી છે.

  • મહિલા પતિને પીવા માટે ઈનકાર કરતી તો તે પત્નીને મારઝુડ કરતો
    1.મોટા વરાછામાં રહેતી 23 વર્ષીય પરિણીતાના લગ્ન 2015માં થયા હતા. તેનો પતિ અમેરિકા ખાતે રહેતો હતો. મહિલા 2016માં અમેરિકા ખાતે પતિ સાથે ગઈ હતી. શરૂઆતમાં પતિ અને સાસરીયાઓએ તેને સારી રીતે રાખી હતી બાદમાં કાકી સાસુએ તેણીને દારૂ પીવા માટે દબાણ કરતી હતી. પતિએ પણ એવુ કહયું કે આ ઈન્ડિયા નથી, અહીયા તો બધા દારૂ પીવે છે. જ્યારે કાકા સસરા વિનય એવુ કહેતા કે જો તારે અમારી સાથે રહેવુ હોય તો ડ્રિંક્સ અને નોનવેજ ખાવુ પડશે, નહિત્તર તારા બાપની ઘરે જતી રહેજો. મહિલાનો પતિ તેના ભાઈ સાથે ઘરમાં હુક્કો અને દારૂ પીતો અને આ બાબતે મહિલા પતિને પીવા માટે ઈનકાર કરતી તો તે પત્નીને મારઝુડ કરતો હતો. 
  • પતિ અને સાસરીયાઓ એવું કહયું કે તેણીને રસોઈ બનાવતા આવડતી નથી
    2.જુલાઈ-18માં પરિણીતા ઈન્ડિયા આવી ત્યારે પતિએ એવુ કહેલ કે તારા મમ્મી-પપ્પાને સરપ્રાઈઝ આપવાનું છે. જેથી કંઈ કહયા વગર જ પરિણીતા સુરત આવી હતી. સુરત આવી બાદમાં પરિણીતાના પિયરજનોએ જમાઈ અને તેના વેવાઈઓને જમવા માટે બોલાવ્યા હતા. જો કે તમામના નંબરો બ્લોક કરી દીધા હતા, જેના કારણે પરિવારે ઓળખીતા વશરામભાઈને સંપર્ક કર્યો ત્યારે પરિણીતાના પતિ અને સાસરીયાઓ એવું કહયું કે તેણીને રસોઈ બનાવતા આવડતી નથી અને પતિ હર્ષદ સાથે ઝઘડો કરે છે એવા બહાના કાઢયા હતા. પતિએ પરિણીતાનો પાસપોર્ટ, લિવીંગ સર્ટી, જન્મનો દાખલો, સહિતના ડોક્યુમેન્ટો પણ લઈને ત્રણ દિવસમાં આપી દેવાની વાત કરી વિદેશમાં ભાગી ગયા હતા. આખરે પરિણીતાએ પતિ અને સાસરીયાઓ સામે કાર્યવાહી કરવા માટે મહિલા પોલીસમાં અરજી આપી હતી. અરજીના આધારે મહિલા પોલીસે પતિ સહિત સાત સામે ગુનો નોંધ્યો છે.
  • NRI સાસરીયા સામે ગુનો
    3.
    •  હર્ષદ સવજી કાકડીયા(પતિ)
    •  સવજી જીવરાજ કાકડીયા(સસરા)
    •  ફુલી સવજી કાકડીયા(સાસુ)
    •  કુંજેશ સવજી કાકડીયા(દીયોર)
    • વર્ષાબેન વિનય કાકડીયા (કાકીસાસુ),
    •  વિનય જીવરાજ કાકડીયા(કાકા સસરા)

     

    (તમામ રહે, વર્જીનીયા, અમેરિકા, મૂળ રહે, શીવાજંલિ હાઈટ્સ, અબ્રામા રોડ,મોટાવરાછા) 

    ( રમેશ જીવરાજ કાકડીયા(રહે, અમન સોલીટરી, બોરીવલી, મુંબઈ)

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From NRG

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ