સુરતના કામરેજ વિધાનસભાનાં ધારાસભ્ય વી. ડી. ઝાલાવાડિયાનાં પોસ્ટરો પર શાહી ફેંકાઈ

વિરોધીઓએ આ પોસ્ટરો પર કાળી શાહી લગાવીને વિરોધ વ્યક્ત કર્યો

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 08, 2018, 10:55 PM
વિરોધીઓએ પોસ્ટરો પર શાહી લગાવી બેનરો પણ ફાડી નાંખ્યા
વિરોધીઓએ પોસ્ટરો પર શાહી લગાવી બેનરો પણ ફાડી નાંખ્યા

સુરત: કામરેજ વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાએ પોતાના મતદારોને દિવાળી પર્વની શુભેચ્છા પાઠવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી સહિત ભાજપના પદાધિકારીઓના ફોટા સાથે બેનરો લગાવ્યાં હતાં. જેમાં ગત રાત્રીએ કેટલાક વિરોધીઓએ આ પોસ્ટરો પર કાળી શાહી લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને કેટલાંક સ્થળોએ વી.ડી. ઝાલાવાડિયાનાં બેનરો પણ ફાડી નાખ્યાં હતાં.

આ અંગે મળતી વિગતો અનુસાર, કામરેજ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડીયાએ પોતાના મત વિસ્તારમાં લોકોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવવા સરથાણા, યોગીચોક, પુણા, કિરણચોક, શ્યામધામ, સીમાડા વગેરે વિસ્તારમાં મસમોટા બેનરો લગાવ્યાં હતાં. જોકે, ગત રાત્રીએ કેટલાક વિરોધીઓએ આ તમામ બેનરો પર ભાજપના પદાધિકારીઓના ચહેરા પર કાળી શાહી લગાવી રોષ વ્યક્ત કર્યો હતો. વી.ડી. પ્રત્યે લોકોનાં માનસમાં એટલી હદે રોષ જોવા મળી રહ્યો છે કે, કેટલાંક સ્થળોએ તો બેનરો પણ ફાડી નાખવામાં આવ્યાં છે. એક ધારાસભ્ય કક્ષાની વ્યક્તિ માટે આટલા રોષથી આ પ્રકારના કૃત્યને લઈને રાજકારણમાં અનેક તર્ક-વિતર્ક ઊભા થયાં છે.

X
વિરોધીઓએ પોસ્ટરો પર શાહી લગાવી બેનરો પણ ફાડી નાંખ્યાવિરોધીઓએ પોસ્ટરો પર શાહી લગાવી બેનરો પણ ફાડી નાંખ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App