છેતરીપીંડી/નાઇજીરીયન ગેંગે લંડનના નામે મુંબઇથી નેટ કોલિંગ કર્યું

divyabhaskar.com

Dec 06, 2018, 02:35 AM IST
Inaccuracy / Nigerian gang made a call from Mumbai in the name of London

સુરત:મોટા વરાછાના દવાના વેપારીએ વિદેશી કંપનીના નામે ઓઇલ એક્સપોર્ટ કરવામાં 26 લાખની રકમ ગુમાવી છે. વેપારીએ 26 લાખની રકમ પોતાના ધંધાની અને સંબંધીઓ પાસેથી લઈને ધંધામાં રોકાણ કરી હતી. અમરોલી પોલીસે આ મામલે ત્રણ વિદેશી નાગરિક સહિત ચારની સામે ગુનો નોંધ્યો છે.

મોટા વરાછાના શાલીભદ્ર રેસિડન્સીમાં રહેતા અને દવાનો ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કરતા નિહાર ધીરૂ ભુવા પર 10મી જુલાઇએ ટોળકીએ ઇન્ટરનેટ કોલિંગ કરી ઓઇલ પ્રોડક્ટમાં કમાણીની લાલચ આપી હતી. ઠગોએ પોતે લંડનથી બોલતા હોવાનું કહી એવુ કહ્યું કે અમારી કંપની અકુ બિટા ઇન્ડિયામાંથી ઓઇલ મંગાવે છે. આ ઓઈલ જો તમે અમારી કંપની પર મોકલાવો તો લાખોનો નફો થશે. ભારતમાં આ ઓઇલ તમને મુંબઇથી શ્રધ્ધા ગાયકવાડ મોકલી આપશે. બીજી બાજુ શ્રધ્ધાએ સંપર્ક કરી તેની પાસેથી 1 લાખની કિંમતનું 1 લીટર ઓઇલ મોકલ્યું હતું. વેપારીએ લંડન એક્સપોર્ટ પણ કર્યું હતું. તેમણે પેમેન્ટ પેટે 1 લાખ મોકલી આપ્યા હતા . બાદ વેપારીને 50 લીટર ઓઇલનો ઓર્ડર ઠગ કંપનીએ આપ્યો હતો.

પહેલા 1 લીટર મંગાવી તેના રૂપિયા ચૂકવી દઈ બીજું 50 લીટર મંગાવ્યું

મુંબઇથી ઓઇલ લેવા માટે વેપારીએ પહેલા 20 લાખ પછી 5 લાખની રકમ મોકલી છતાં 50 લીટર ઓઇલ મોકલ્યું ન હતું. ઓઇલ ન આવતા વેપારી પિતા સાથે ઠગ કંપનીની ઓફિસે પહોંચ્યો હતો. ઓફિસ છ માસથી બંધ હતી.વેપારીએ ઠગોનો સંપર્ક કરતા મોબાઇલ બંધ કરી દીધા હતા. વેપારીએ તપાસ કરાવતા તે નંબર લંડનનો હતો પરંતુ તે ડાયરેક્ટ મુંબઈ કનેકટ થતો હતો. ટોળકી ઇન્ડિયામાં બેસીને ઇન્ટરનેટ કોલીંગના આધારે ફ્રોડ કરતી હતી. અમરોલી પોલીસે શ્રધ્ધા ગાયકવાડ, ડો. બાર્ન્સ ડાઉસન અને એલેક્ષ ડેવિડ અને મારાયા હાર્વની સામે ગુનો નોંધ્યો છે.

X
Inaccuracy / Nigerian gang made a call from Mumbai in the name of London
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી