નાનાનો નનૈયો / દત્તક દોહિત્રે સંભાળ ન રાખી તો આપેલી મિલકત પરત લીધી

divyabhaskar.com | Updated - Feb 12, 2019, 01:40 AM
If the adoptive couple did not care, they returned the property
X
If the adoptive couple did not care, they returned the property

  • વૃદ્ધે કરેલી દલીલો માન્ય રાખી સિટી પ્રાંતે દસ્તાવેજ રદ કરવાનો હુકમ ફરમાવ્યો

સુરત: વૃદ્ધાવસ્થામાં માત્ર આર્થિક જરૂરિયાત જ નહીં પણ શારીરિક મદદ, માનસિક હૂંફ અને કાળજી પણ મળવી જોઇએ. આ વાતને કેન્દ્રમાં રાખી દત્તક દોહિત્રને કરી આપેલો બક્ષિસ દસ્તાવેજ રદ્દ કરવા વૃદ્ધ નાનાએ કરેલી અરજી સિટી પ્રાંત અધિકારીએ માન્ય રાખી બક્ષિસ દસ્તાવેજ રદ્દ કરવાનો હુકમ કર્યો છે. સામાન્ય સંજોગોમાં આવા કિસ્સા બનતા નથી. રેઅર કહી શકાય તેવા આ કિસ્સામાં દત્તક પુત્ર દ્વારા સાર સંભાળ ન રખાતી હોવાની વાતને કેન્દ્રમાં રાખી બક્ષિસ દસ્તાવેજ રદ્દ કરાયો છે.

કલમ 23 મુજબ બક્ષિસ દસ્તાવેજ રદ થાય છે
1.ધી મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટ 2007ની કલમ 23 અન્વયે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના તા. 21-3-2017ના પરિપત્રથી મળેલી સત્તાની રૂએ આ બક્ષિસ દસ્તાવેજ રદ્દ કરવાનો હુકમ કર્યો છે.
હવે કઇ કાર્યવાહી
2.આ હુમકથી કોઇ પક્ષકાર નારાજ હોય તો હુકમની તારીખથી 60 દિવસની અંદર ધી મેઇન્ટેનન્સ એન્ડ વેલફેર ઓફ પેરેન્ટ્સ એન્ડ સિનિયર સિટીઝન એક્ટની કલમ 16 હેઠળ પ્રમુખ અધિકારી-એપેલેટ ટ્રિબ્યૂનલ અને નિવાસી અધિક કલેક્ટરની કોર્ટમાં રિવિઝન કરી શકે છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App