રાજદ્રોહ કેસ / ગબ્બરનો હાઉ ઊભો કરે છે, ગબ્બરનો રોલ શું હતો એ પણ જાણી લેવું જોઇએ

Divyabhaskar.com | Updated - Jan 11, 2019, 02:03 AM
અલ્પેશની ફાઈલ તસવીર
અલ્પેશની ફાઈલ તસવીર
X
અલ્પેશની ફાઈલ તસવીરઅલ્પેશની ફાઈલ તસવીર

  • અલ્પેશના જામીન રદ કરવા સરકાર પક્ષની દલીલ
  • બચાવ પક્ષે સાત પાનાંનો પત્ર રજૂ કર્યો
  • આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે

સુરત: રાજદ્રોહના કેસમાં આરોપી અલ્પેશ કથિરિયાની જામીન રદ કરવા માટેની અરજી પર આજે જ્યાં એક તરફ બચાવ પક્ષે સાત પાનાની લેખિત દલીલ કોર્ટ સમક્ષ રજૂ કરી હતી તો બીજી તરફ સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલ કરી હતી કે આરોપીને ગબ્બર કહેવાય છે, તે ગબ્બરનો હાવ ઉભો કરે છે, પરંતુ અહીં એ જાણી લેવું જોઇએ કે શોલેમાં ગબ્બરનો રોલ કેવો હતો. હવે આજે શુક્રવારના રોજ આ કેસમાં વધુ દલીલો થનાર છે.

 

વર્ષ 2015માં હાર્દિક સહિત અન્ય બે આરોપી ઉપરાંત અલ્પેશ કથિરિયા સામે રાજદ્રોહનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં આરોપી અલ્પેશની તાજેતરમાં જ ધરપકડ કરવામાં આવી હતી જેમાં તેને જામીન મળી ગયા હતા. જો કે,ત્યારબાદ આરોપી સામે સાત ગુના નોંધાતા પોલીસે જામીન રદ કરવા અરજી કરી હતી. આજે બચાવ પક્ષે એડવોકેટ યશવંત સિંહવાળા હાજર રહ્યા હતા.

બચાવ પક્ષની દલીલ
1.
  •  જામીન રદ કરવાની અરજી સત્યથી વિપરિત છે.
  •  પોલીસ સ્ટેશનમાં ઉશ્કેરણીની શરૂઆત કોણો કરી, સામાવાળા પણ અપશબ્દો બોલ્યા હતા.
  •  ભારતીય બંધારણે પોલીસને અભદ્ર  ભાષા બોલવાનો પરવાનો આપ્યો છે
સરકાર પક્ષની દલીલ
2.
  •  ખોટું કરવાનો કોઇ રંજ નથી, કાયદા પ્રત્યે માન ન હોય એમ લાગે છે
  •  ઉલટો ચોર કોટવાલને દંડે એવો ઘાટ છે, હું કહું તે જ કાયદો, માને છે
  •  પોલીસનું મોકલ ડાઉન કરવા સાત પાનાનો અભિપ્રાય અપાયો છે
  •  કાયદા પ્રત્યે માન નથી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App