ગ્રાઉન્ડ રિપોર્ટ / સુરતમાં આધાર માટે સવારે 4:30થી જ લાઇન લાગે છે, શરમ કરો, રોજ કેટલા લોકોને ધક્કા ખવડાવશો

divyabhaskar.com

Mar 17, 2019, 09:19 AM IST
For the support of Surat, the line is going up from 4:30 in the morning, shame, how many people will feed every day
X
For the support of Surat, the line is going up from 4:30 in the morning, shame, how many people will feed every day

સુરત: શાળાઓમાં નવા પ્રવેશ, મા વાત્સલ્યકાર્ડ તથા માર્ચ એન્ડિંગ સહિતનાં કારણોસર આધારકાર્ડ મેળવવા લોકોનો ધસારો વધી ગયો છે. જોકે, પાલિકાના સાત ઝોનમાં કાર્યરત 10 સેન્ટર પર લિમિટેડ જ ટોકન ઇશ્યુ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવ્ય ભાસ્કરની ટીમે મનપાનાં સાતે ય ઝોનના આધારકાર્ડ સેન્ટર પર શું સ્થિતિ છે તેનો ચિતાર જાણવાનો પ્રયાસ કરતાં લોકો અઢળક હાલાકી ભોગવતા હોવાનું જોવા મળ્યું હતું. વરાછા-કતારગામ ઝોનમાં તો ટોકન મેળવવા લોકો વહેલી સવારે 4 વાગ્યાથી કતારમાં ઊભા રહી જતાં હોવાનું સામે આવ્યું હતું. ખાસ કરીને સેન્ટર પર પૂરતી કિટનો અભાવ, સ્ટાફની અછત, નવા આધારકાર્ડમાં નામ-એડ્રેસમાં લોચા મારવામાં આવતાં હોવાથી ફરી વાર લોકોને ધક્કા ખાવા પડી રહ્યા હોવાની  પણ ફરિયાદો ઊઠી રહી છે. 
 

6 સેન્ટરમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

વરાછા:15 લાખની વસતી સામે 3 જ સેન્ટર
1.47 સ્ક્વેર કિલો મીટર ક્ષેત્રફળમાં વિસ્તરેલા અને 15 લાખની વસતી ધરાવતા વરાછા વિસ્તારમાં માત્ર 3 સેન્ટર પર મર્યાદિત ટોકનથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. જેથી ટોકન મેળવવા રાત્રે 2 વાગ્યાથી લાઈનો લાગે છે.  લંબે હનુમાન રોડ, કરંજ હેલ્થ સેન્ટર અને મોટા વરાછા સુમન શાળામાં દિવસના 75 ટોકન ઉપર જ કામ થઈ રહ્યું છે. વરાછા ઝોનમાં 15 લાખ લોકો હેરાન થાય છે.
ડભોલી: મારામારીની ઘટના બનતાં સેન્ટર બંધ
2.ડભોલીમાં સેન્ટર બંધ કરી દેવાતાં ત્યાના લોકોએ તેમજ વરાછા-વેલંજાથી પણ લોકોએ કતારગામ સેન્ટરમાં જવું પડે છે.  ડભોલી ખાતે સેન્ટરના કર્મચારીઓને મારમારવામાં આવતાં સેન્ટર બંધ કરાયું હતું. બીજી બાજુ આસિસ્ટંટ કમિશનર રાજુ ગામીતે જણાવ્યું હતું કે, અગાઉ બે કિટ જ અપાતી હતી તે અમે પાંચ કીટ કરાવી છે. ટોકન વધારવા અને નવા સેન્ટર શરૂ કરવામાં આવશે.
મહિધરપુરા: રોજ 40 આધાર અપડેટ થાય છે
3.પોસ્ટ વિભાગમાં લોકો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહી જાય છે. અહીં કર્મચારી એક દિવસમાં 40 જ ટોકન આપીને આખા દિવસ દરમિયાન 40 લોકોના જ આધાર કાર્ડ અપડેટ કરે છે. આ મામલે અમે કર્મચારીને પુછતા જવાબ મળ્યો કે, ‘એડવાન્સ ટોકન આપી હતી. પણ ઘણી વખત લોકો વહેલા આવી ઊભા રહી જાય છે. તેવામાં હાજર લોકો વચ્ચે ઘર્ણષનો માહોલ ઊભો થાય છે. 
રાંદેર: 50 જ ટોકન ઇશ્યૂ થતાં લોકોને હાલાકી
4.લોકોને અન્ય સેન્ટર અંગેની માહિતી ન હોવાથી રાંદેર ઝોનના સેન્ટર પર છેક જહાંગીરપુરા, વરિયાવ, ઉગત, ભેંસાણ સહિતના દૂરના વિસ્તારથી લોકો આધારકાર્ડ માટે આવે છે. રાંદેરમાં મોટી સંખ્યામાં વસ્તી છતાં રોજ માત્ર 50 જ ટોકન ઇસ્યુ કરતાં લોકો તકલીફમાં મુકાયા છે. આ સેન્ટર પર માત્ર 50 ટોકન જ ઇસ્યુ થતાં હોવાથી બીજા સેન્ટરની પણ જવાનું પસંદ કરે છે.
ઉધના: 120 ટોકન વહેલી સવારે જ અપાય છે
5.આધારકાર્ડમાં સુધારો કરવાની વ્યવસ્થા છે. જે માટે સવારે જ ટોકન આપવામાં આવે છે. એક દિવસમાં 120 ટોકન આપવામાં આવે છે. ત્યાર બાદ અંદાજીત સમય અરજદારને આપી દેવામાં આવે છે. તે સમયે અરજદાર જઈને આધારકાર્ડ કાઢી શકે છે. ત્યાં સામાન્ય રીતે  ઓળખના પુરાવા ન હોય તેવા સંજોગોમાં અરજદારને પરત થવું પડે છે.
કતારગામ: સવારે ચાર વાગ્યાથી લાઇન લાગે છે
6.અહીંયા સવારે 4-5 વાગ્યાથી લાઈન લગાવવાની નોંબત આવે છે. લોકોની ફરિયાદ હતી કે, ત્રણ-ચાર દિવસથી ધક્કા ખાવા છતાં આધાર કાર્ડ મળતો નથી. 150 જેટલા જ ટોકન અપાઈ છે અને નંબર આવે છે એટલે ના પાડી દેવાઇ છે. ફોર્મ લેવા માટે લાઈનમાં ઉભા રહેવાનું, ત્યાર બાદ ફી ભરવા માટે ફરી લાઈનમાં ઉભા રહ્યા બાદ સબમીટ કરવા ફરી વખત લાઈનમાં ઉભા રહેવું પડે છે.
લિંબાયત: રોજના 120 ટોકન માટે 4 કાઉન્ટર કાર્યરત છે
7.લિંબાયત ઝોનમાં સવારે 9 વાગ્યાથી 11.30 વાગ્યા દરમિયાન 120 વ્યક્તિઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરી ત્યાર બાદ જ ટોકન આપવામાં આવે છે. ટોકન આપ્યા બાદ નંબર પ્રમાણે આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે છે. 4 કાઉન્ટર પર એકદમ સરળતાથી કામગીરી કરવામાં આવતી હોવાથી લોકોને પણ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

આશ્ચર્ય : સમગ્ર સુરતમાં આધાર બનાવવા માત્ર 30 જ કિટ કાર્યરત

બેન્કોમાં આધારકાર્ડની કામગીરીમાં લાલિયાવાડી
1.પાલિકા સિવાય શહેરની પોસ્ટ ઓફિસ, બેન્કોને પણ આધારકાર્ડ માટેની કામગીરી સરકાર દ્વારા સોંપવામાં આવી છે. પરંતુ મોટાભાગની બેન્કો દ્વારા આધારકાર્ડની કીટ હોવા છતાં સર્વર ડાઉન હોવાનું તથા સોફટવેર ચાલતું નથી એમ કહીને અરજદારોને હાંકી મુકવામાં આવતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે.
સાતેય ઝોનમાં દૈનિક 1 હજાર ટોકન અપાઇ છે
2.પાલિકાના સાત ઝોનમાં 30 આધારકાર્ડની કીટ કાર્યરત છે. જેમાં ડેઇલી 1 હજાર ટોકન ઇસ્યૂ કરાય છે. 30 કીટ પૈકી રાંદેરમાં 3, વરાછામાં 7, કતારગામમાં 5, લિંબાયતમાં 4, સેન્ટ્રલમાં 3, અઠવામાં 3 અને ઉધના ઝોનમાં 4 કીટ ચાલી રહી છે. પહેલા પાલિકા પાસે 100થી વધુ આધારકાર્ડની કીટ હતી.
આધારકાર્ડના સેન્ટર આ રીતે જાણી શકશો
3.સૌ પ્રથમ તમારા મોબાઇલમાં ગુગલ પ્લેમાં જઇને આધાર એપ ડાઉનલોડ કરો. આ એપ ખોલ્યા બાદ તેમાં ફાઇન્ડ એનરોલમેન્ટ સેન્ટરમાં જઇને તમારા વિસ્તારનો માત્ર પીનકોડ નંબર લખીને સર્ચ કરવાનો રહેશે. જેથી કયાં લોકેશન પર આધારકાર્ડના સેન્ટર કાર્યરત છે જેવી માહિતી જાણવા મળી શકશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી