તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભૂકંપ/ સુરત અને ભાવનગરમાં ભૂકંપ આંચકા અનુભવાયા, 3.5 ની તીવ્રતા નોંધાય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

* દરિયાઈપટ્ટી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા

* બહુમાળી ઈમારતોના રહિશોએ ભૂકંપના આંચકા અનુભવ્યા

 

સુરત: આજે (શુક્રવાર) રાત્રે પોણા નવ વાગ્યે સુરતના ડુમસ સહિતના કેટલાક વિસ્તારો સહિત નવસારી અને ભાવનગરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેના કારણે હાઇરાઇઝ બિલ્ડિંગમાં રહેતા લોકો ભયના માર્યા તાબાડતોબ નીચે ઊતરી ગયા હતા. સત્તાવાર રીતે સાંપડતી માહિતી મુજબ, આ ભૂકંપનો આંચકો 3.5ની તીવ્રતાનો હતો. જે ત્રણેક સેકન્ડ સુધી ચાલ્યો હતો. જેનું કેન્દ્ર બિન્દુ સુરતથી વેસ્ટ-નોર્થ 24 કિલોમીટર દૂર હોવાનું નોંધાયું છે.
  
નવસારી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા આવ્યા
 
 
ઇન્ડિયન સિસ્મોલોજિકલ રિસર્ચ દ્વારા સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન-ગાંધીનગરને જે માહિતી આપવામાં આવી તે મુજબ શુક્રવારે રાત્રે 8.45 કલાકે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેની તીવ્રતા 3.5 હતી. સુરત ઉપરાંત નવસારી અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. ખાસ કરીને આ આંચકા દરિયાઈપટ્ટી વિસ્તારમાં આવ્યા હતા. જેથી દરિયા કીનારે આવેલા હાઇરાઇઝમાં રહેતા લોકોએ આ આંચકાનો અનુભવ કર્યો હતો.
 
કલેક્ટરે ભયથી દૂર રહેવા અપીલ કરી
 

દરમિયાન કલેક્ટર ડો. ધવલ પટેલે કહ્યું કે સુરતના કેટલાક વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા છે. જેમાં કોઈ જાન-માલને નુકસાન થયું નથી. લોકોએ ગભરાવાની જરૂર નથી. ભયથી દૂર રહેવા તેમણે લોકોને અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...