કાળી ચૌદશે ગૌ સેવકોએ વરાછા-કતારગામમાંથી ચાર ટન જેટલા કકળાટરૂપી વડા-પુરી એકત્ર કર્યા

અન્નનો બગાડ ન થાય એટલે રાત્રે જ કામરેજ ખાતે આવેલી 2500 ગાયોને ખવડાવી ગૌ-સેવા કરાઇ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 09, 2018, 12:12 AM
ચાર ટન જેટલા કકળાટરૂપી વડા-પુરી એકત્ર કર્યા
ચાર ટન જેટલા કકળાટરૂપી વડા-પુરી એકત્ર કર્યા

સુરત: વરાછા- કતારગામમાં અંધશ્રધ્ધા નિવારણ માટે કાળીચૌદશનાં દિવસે કકળાટ કાઢવાની માન્યતા લોકો દ્વારા ચાર રસ્તા પર મુકવામાં આવતા વડા સહિતની ચીજો ઉઘરાવી ગૌશાળામાં પશુઓને ખવડાવી સેવાકીય પ્રવૃતિ કરતાં સત્યશોધક સભા, કરૂણા સેવક ગૌ સેવા ટ્રસ્ટ, એસઆરડી ગ્રુપ અને અન્ય સેવાભાવી સંસ્થાઓનાં યુવાનો દ્વારા લગભગ 4 ટન જેટલા વડા-પુરી ઉઘરાવી ગૌ માતાને ખવડાવાઇ હતી.

સમાજનાં દરેક વર્ગમાં પ્રવર્તતી ગેરમાન્યતા પ્રમાણે કાળી ચૌદળના દિવસે દરેક ઘરમાંથી વડા અને પુરી બનાવીને ચાર રસ્તા પર મુકી તેના ફરતે પાણી વડે કુંડાળુ કરી કકળાટ કાઢવાની જુની પરંપરા છે. આ ઉપરાંત કાળીચૌદસના દિવસે ઘરમાંથી જુનું માટલું, જુની સાવરણી વગેરે કાઢી ચાર રસ્તા પર મુકાતાં દિવાળી ટાણે જ ગલીએ-ગલીએ કચરાનાં ઢગલા થઈ જવા પામ્યાં છે. સમાજમાં ઘર કરી ગયેલી ગેરમાન્યતાઓ અને અંધશ્રધ્ધા દૂર કરી અન્નનો બગાડ અટકાવવા માટે છેલ્લા પાંચ વર્ષોથી સેવાભાવી સંસ્થાઓ અભિયાન ચલાવી રહી છે અને મોટાપાયે વડા-પુરી એકત્ર કરી અબોલ પશુઓને ખવડાવાય છે.

મોટાવરાછા, નાનાવરાછા, સરથાણા, પુણા, સીતાનગર, કતારગામ, અશ્વિનીકુમાર રોડની મોટા ભાગની સોસાયટીઓનાં ચાર રસ્તા પર ઉપરાંત લંબેહનુમાન રોડ, માતાવાડી, રંગઅવધુત, ઇશ્વરકૃપા, કાપોદ્રા સહિતના વરાછામાંથી સેવાભાવી યુવાનો દ્વારા કકળાટ કાઢવાની વિધિના ભાગરૂપે ચાર રસ્તા પર મુકવામાં આવતા વડા ઉઘરાવવા પાલિકાની મદદથી ટ્રેક્ટર અને અન્ય વાહનો મુકવામાં આવ્યાં હતાં. ટન બંધ વડાઓ ચારરસ્તાઓ પરથી ઉઘરાવાયા બાદ આ જથ્થો મોટાવરાછાનાં સુદામા ચોક ખાતે લઈ જવાયો હતો.

વરાછા-કતારગામ વિસ્તારમાં 100 કરતા વધુ સ્થળો પરથી અંદાજે એક ટ્રક જેટલા વડા એકત્ર કરાયાં હતાં. એકત્ર કરાયેલા વડા કામરેજ રોડ પર આવેલી આંકાકોલ પાંજરાપોળમાં 2500 જેટલી ગાયોને ખવડાવી અનોખી ગૌસેવા કરવામાં આવી હતી. અંધશ્રધ્ધા નિવારણ માટે કાર્ય કરતી સત્ય શોધ સભા દ્વારા અશ્વિનીકુમાર સ્મશાન ખાતે કાળી ચૌદશનાં દિવસે જાગૃતિ કાર્યક્રમ યોજાવામાં આવ્યો હતો.

સ્વચ્છતા મોટ સહિયારો પ્રયાસ કરવો પડશે

સ્વચ્છતા જાળવવા માટે એકા-એક કોઈનાં પર પ્રેશર મુકી દેવાળી કંઈ થવાનું નથી. તેના માટે દરેક વ્યક્તિએ સહિયારો પ્રયાસ કરવો પડશે. ઉત્સવો-તહેવારો ખુશીઓ લઈને આવે છે, પરંતુ અંધશ્રધ્ધા અને ગેરમાન્યતાઓને કારણે વાર-તહેવારોમાં આપણે આપણી ફરજ ભૂલી ગયાં છીએ. આ પ્રકારનાં કાર્યોથી સમાજમાંથી અંધશ્રધ્ધા દૂર કરવાનો સતત પ્રયાસ થવો જોઈએ. ડો. જગદીશ પટેલ, મેયર.

X
ચાર ટન જેટલા કકળાટરૂપી વડા-પુરી એકત્ર કર્યાચાર ટન જેટલા કકળાટરૂપી વડા-પુરી એકત્ર કર્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App