ચૂંટણીની અસર/રાજ્યોની ચૂંટણીઓમાં એડવાન્સ પેમેન્ટથી 12 લાખ જેટલી સાડીઓ મોકલાઈ

divyabhaskar.com

Dec 06, 2018, 01:26 AM IST
12 lakh saris were sent from the advance payment in the state elections


સુરત: જુદા જુદા રાજ્યોની ચૂંટણી માટે કાપડના વેપારીઓ એડવાન્સ પેમેન્ટ લઇ 12 લાખ સાડીઓ તો મોકલી જ ચૂક્યા છે હવે રાજસ્થાનમાં 7 ડિસેમ્બરે થનારા વિધાનસભા મતદાન માટે એડવાન્સમાં સુરતથી મતદારોને મોકલવાની શરૂઆત પણ થઇ ગઇ છે. અગાઉ લગભગ 178 જેટલી બસો મોકલાઇ હતી અને ગુરૂવારે વધુ 120 બસો ભરીને મતદારો જશે. સુરતના કાપડ ઉદ્યોગને આ વખતે 25 થી 30 કરોડ રૂપિયાનો વેપાર થયો હોવાની વેપારીઓનું મત છે.

અંદાજે રૂ. 30 કરોડનો ધંધો થયો, 15 હજાર જેટલા મતદાતા રાજસ્થાન મોકલાઇ રહ્યા છે

મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં યોજાઇ રહેલી વિધાનસભાની ચૂંટણીઓમાં મતદારોને વહેંચવા માટે જુદી જુદી પાર્ટીઓએ સુરતની સાડીઓ મગાવી હતી. મંદીની વાતો વચ્ચે સુરતના વેપારીઓને કુલ 12 લાખ જેટલી સાડીઓનો ઓર્ડર મળી ચૂક્યા છે. હાલ ઇલેકશનના ઓર્ડર પૂર્ણ થઇ ચૂક્યા છે. ત્યારે પોતાની પાર્ટીના કાર્યકર્તા સહિતના લોકોને ચૂંટણી માટે અપાતી સાડીઓની કિંમત રૂ.150 થી 250 સુધીની હોઇ છે. સુરતને આ વખતે 25 થી 30 કરોડનો વેપાર થયો હોવાની વેપારીઓનું મત છે.આ અંગે વેપારી અગ્રણી રંગનાથ શારદાના જણાવ્યાનુસાર, દિવાળી પછી મંદી જેવી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વેપારીઓ પણ ઇલેક્શનના કારણે વતન છે જ્યારે કારીગરો પણ પરત ફર્યા નથી. એવામાં એકમાત્ર ઇલેકશનના કારણે વેપારીઓને થોડો ઘણો વેપાર મળ્યો છે. જેમાં કુલ 12 લાખ જેટલી સાડીઓનો ઓર્ડર મળ્યો છે. રાહતની વાત એ છે કે આ તમામ પેમેન્ટ એડવાન્સ મળતું હોય છે.

લોકસભાના ઇલેકશન માટે પણ વેપાર મર્યાદિત રહેશે તેવો ભય વેપારી વર્ગમાં જોવા મળી રહ્યો છે

જોકે આ અંગે ફોસ્ટા પ્રમુખ મનોજ અગ્રવાલના જ્ણાવ્યાનુસાર, અગાઉની ચૂંટણીઓના પ્રમાણમાં આમર્યાદિત ઓર્ડર નોંધાયો છે. આવનારા લોકસભાના ઇલેકશન માટે પણ વેપાર મર્યાદિત રહેશે તેવો ભય વેપારી વર્ગમાં જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના જુદા જુદા જિલ્લાઓમાં પોખરણ વિધાનસભા તેમજ બાડમેર વિધાનસભા સહિતની કેટલીક બેઠકના હજારોની સંખ્યામાં મતદાતા સુરતમાં રહે છે. જેમને મતદાન કરાવવા માટે રાધાકૃષ્ણ સહિતની માર્કેટમાં મિટીંગો પાછલા દિવસો દરમ્યાન મળી હતી. હવે મતદારોને મોકલવાની શરૂઆત કરાઇ છે.

પરવત પાટીયાથી બુધવારે રાત્રે 30 બસો રવાના કરાઇ

ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલના જણાવ્યા અનુસાર, સુરતથી 300 બસ ભરીને રાજસ્થાન ઇલેકશન માટે અંદાજે 15 હજારથી વધુ મતદાતાઓ અને કાર્યકરોને મોકલવામાં આવી રહ્યા છે. ગુરૂવારે બપોરે 1 વાગ્યે પરવત પાટીયા નજીક આવેલા ડીઆર વર્લ્ડ તથા સીરવી સમાજની વાડી તેમજ શ્યામ વાટીકા ખાતેથી બસો ઉપાડવામાં આવશે.

X
12 lakh saris were sent from the advance payment in the state elections
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી