તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

700 કરોડના બોગસ બિલિંગમાં ઝૈદ બોરિંગવાલા હજુ પણ ફરાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રૂપિયા 700 કરોડના બોગસ બિલિંગ કૌભાંડ સામે આવ્યા બાદ ઝૈદ બોરિંગવાલા હજી સીજીએસટીના હાથે આવ્યો નથી જ્યારે અન્ય ચિરાગ માણીયાનું અધિકારીઓ દ્વારા સ્ટેટમેન્ટ લેવામાં આવ્યુ હોવાનું જાણવા મળી રહ્યુ છે. અધિકારીઓ તેના સ્ટેટમેન્ટનું ક્રોસ વેરિફિકેશન કરી રહ્યા છે. જેલના સળિયા પાછળ ધકેલાયેલાં આરોપી ફૈયાઝ ખેરાનીના સાથીઓની પણ તપાસ ચાલુ હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

રૂપિયા 700 કરોડના બે સ્કેન્ડલ તાજેતરમાં જ સીજીએસટીની તપાસમાં સપાટી પર આવ્યા હતા. જેમાં એક કૌભાંડમાં લક્ષ્મી એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાયટર ચિરાગ માણીયાનું નામ સામે આવ્યુ હતુ. તેણે રૂપિયા 1.52 કરોડની આઇટીસી ક્રેડિટ અન્યોને પણ ફોરવર્ડ કરવામાં આવી હોવાનું સપાટી પર આવ્યુ હતુ. અધિકારી સૂત્રો કહી રહ્યા છે કે ચિરાગ માણીયાએ તેના સ્ટેટમેન્ટમાં જે બતાવ્યુ છે તેની તપાસ કરવામાં આવી રહી છે. કેટલીક બાબતોનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યુ છે.

સમગ્ર કૌભાંડથી છટકવાનો ખેલ કરાયો છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ ઝૈદ બોરિંગવાલા હજી સીજીએસટીથી ભાગી રહ્યો છે. અધિકારીઓ કહી રહ્યા છે કે ઝૈદને સમન્સ મોકલવામાં આવ્યો હતો પરંતુ તે હજુ સુધી સીજીએસટી સમક્ષ હાજર થયો નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો