પોર્નસાઇટની સાથે યુ ટ્યુબના એડલ્ટ સીન પર પણ પ્રતિબંધ મૂકવો જોઈએ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ફોન અને સરળતાથી મળતા ડેટાએ નવી યુવા પેઢીનો ટ્રેક બદલી નાંખ્યો છે. આજે એક ક્લિકમાં કોઈ પણ વ્યકિત કોઈ પણ લિન્ક અને વેબસાઈટ એક્સેસ કરી શકે છે. પોર્નોગ્રાફીને કારણે યુવાઓ અને બાળકો સૌથી વધુ ડિસ્ટ્રેકટ થઈ રહ્યાં છે જોકે આ માટે સમાજના લોકોએ પોતાની માનસિકતા પણ બદલવી પડશે. દિવ્યભાસ્કર દ્વારા પોર્નવેબસાઈટ પર પ્રતિબંધ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે વિશેષ અહેવાલો પ્રસિધ્ધ કરવા, ટોક શો યોજીને ઓનલાઈન પિટીશનથી દેશભરમાં સમર્થન મેળવીશું. પીએમને અને સુપ્રીમકોર્ટમાં પણ અરજી કરી પોર્નસાઈટ પર પ્રતિબંધ મુકવાની અપીલ કરીશું.

બાળકોને સ્માર્ટફોન ન આપવા જોઈએ


આજે દરેક બાળકના હાથમાં સ્માર્ટફોન હોય છે અને તેઓ ન જોવાની વસ્તુઓ જોતા હોય છે. તેથી દિમાગમાં વિકૃતિ ભરાઈ જતાં દુષ્કર્મની ઘટનાઓ બને છે. એટલે પોર્નવેબસાઈટ પર પ્રતિબંધ લાગવો જોઈએ. આજે રોજગારી માટે જે લોકો આવે છે તે યુવાઓના હાથમાં મોબાઈલ હોય છે અને પરિવારના લોકો સાથે રહેતા નથી. એટલે અવળા રસ્તે ચડી જાય છે. એટલે બાળકોને ફોન ન આપવો જોઈએ > મનોજ અગ્રવાલ, પ્રેસિડન્ટ, ફોસ્ટા


બાળક ઉત્સુકતા સંતોષવા પોર્ન જુએ છે


વ્યકિત જ્યારે પોર્નોગ્રાફીના વિડીયો જૂએ છે ત્યારે તેના દિમાગમાં વિકૃતિ જાગે છે. જેથી હાલના માહોલમાં મહિલાઓની સાથે નાની બાળકી પણ સલામત નથી. ક્યારેક બાળક પોતાની ઉત્સુકતાને સંતોષવા માટે આવી પોર્નવેબસાઈટો જોઈ લેતા હોય છે. જો કોઈ કોમ્પ્યુટર પર પોર્ન સર્ચ થાય તો તેનુ આઈપી થોડા કલાક કે દિવસો માટે લોક થઈ જાય તેવી વ્યવસ્થા સરકારે કરે. > શ્રધ્ધા શાહ, ડીઆઈડી સુપર મોમ


ચોક્કસ ઉંમર બાદ ફ્રી એક્સેસ મળવો જોઈએ

સરકારે પોર્નવેબસાઈટની સાથે સાથે યુટ્યુબ પર જે એડલ્ટ સીન આવે છે તેના પર પણ પ્રતિબંધ મુકવો જોઈએ. કારણ કે ઘણીવાર સગીર વયના બાળકો આ સીન જુએ છે તેનાથી તેમના કેરિયર અને ભણતર પર પણ અસર થતી હોય છે. માતાપિતાએ બાળકોને પણ મોબાઈલથી દુર રાખવા જોઈએ. સરકારે એવી પોલિસી પણ લાવવી જોઈએ કે ચોક્કસ ઉંમર બાદ જ જે તે વ્યકિતને ફ્રી એક્સેસ મળવો જોઈએ. > ડેનિશ ચોક્સી, ચાર્ટડ એકાઉન્ટન્ટ


પોર્નોગ્રાફીના શબ્દો પર સરકાર પ્રતિબંધ મૂકે

માતાપિતા પોતાના બાળકોને નાની ઉંમરમાં જ મોબાઈલની આદત પાડી દેતા હોય છે. ક્યારેક એવુ બનતું હોય છે કે બાળક ગુગલ કે યુટ્યુબ પર ગમે તે લિન્ક ઓપન કરી દે છે જેમાં કેટલીક પોર્નસાાઈટ્સ પણ હોય છે. અને ધીરે ધીરે તે બાળકની આદત બની જતી હોય છે. સરકારે આઈટી એક્ટમાં સુધારો કરીને કે પછી ગુગલ પર પોર્નોગ્રાફીના સંદર્ભમાં જે શબ્દો છે તેના પર પ્રતિબંધ લગાવી શકે જેથી ખરાબ વસ્તુ સર્ચ ન થાય. > ડો.સમીર ગામી, ડોકટર


પોર્ન કીવર્ડ સર્ચ કરાય તો આઈપી લોક થઈ જાય તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ


તમે આ રીતે જોડાઈ શકો છો


તમે મિસ્ડ કોલ કરી આ અભિયાન સાથે જોડાઈ શકો છો-આ નંબર પર ડાયલ કરો

91900 00074
અન્ય સમાચારો પણ છે...