તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની ટાંકી સાફ કરતાં યુવકને કરંટ લાગ્યો, મોત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડભોલી ગામમાં વોટર પ્રેશર મશીનથી પાણીની ટાંકી સાફ કરતી વખતે કરંટ લાગતા બોરભાઠા ગામના યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. બનાવ અંગે ચોક બજાર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચોર્યાસી તાલુકાના બોરભાઠા ગામ ખાતે રહેતો સચિનકુમાર ગણેશભાઈ રાઠોડ(25) કોન્ટ્રાક્ટ હેઠળ પાણીની ટાંકી સાફ કરવાનું કામ કરતો હતો. રવિવારે ડભોલી ગામ ખાતે આવેલા શિવાલીક કોમ્પલેક્ષની પાછળના ભાગે આવેલી પાણીની ટાંકી સાફ કરવા માટે સચિન અને ગામમાં જ રહેતા અન્ય ત્રણ યુવકો ગયા હતા. સચિન અને અલ્પેશ ટાંકીમાં ઉતરીને વોટર પ્રેશર મશીનની ગન વડે ટાંકી સાફ કરતા હતા. જ્યારે મુકેશ નામનો યુવક ઓવરહેડ ટાંકી જોવા માટે ગયો હતો અને રવિ નામનો યુવક ટાંકીની બહાર ઉપર સ્વિચ બોર્ડ પર હાજર હતો. દરમિયાન પાણીની ટાંકીમાં ગન હાથમાં રાખીને ટાંકીની સફાઈ કરતા સચિનને કરંટ લાગતા તે ત્યાંજ ઢળી પડ્યો હતો. સચિનને કરંટ લાગ્યો હોવાની જાણ થતા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ચોક બજાર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.

અન્ય સમાચારો પણ છે...