તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરાછામાં 56 હજારનો તોડ કરનાર નકલી પોલીસના સ્વાંગમાં આવેલો યુવક ટ્રાફિકનો કોન્સ્ટેબલ નીકળ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછામાં 16 માર્ચે એક યુવક પાસે દારૂની બે બાટલીઓ મળી હતી. તે સમયે ત્રણ અજાણ્યાઓ તેની પાસે આવીને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપીને તેની પાસેથી 56 હજાર રૂપિયાનો તોડ કરીને છોડી મૂક્યો હતો. અજાણ્યાઓ પૈકી એક ટ્રાફિક બ્રાંચમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ છે. જોકે, પોલીસ હજી સુધી તેને પકડી શકી નથી.

સણીયા ગામમાં સારોલી નગરીમાં રહેતો નરેન્દ્રસિંહ ચુડાવત પાસે 16 માર્ચના રોજ દારૂની બે બાટલીઓ હતી અને તે લંબે હનુમાન રોડ પર ઉભો હતો. તે સમયે રિક્ષામાં 3 અજાણ્યાઓ આવ્યા હતા અને પોલીસ તરીકેની ઓળખ આપીને નરેન્દ્રસિંહને પોતાની સાથે રિક્ષામાં બેસાડી તેને હાથકડી પણ પહેરાવી હતી. બાદ નરેન્દ્રસિંહને કાપોદ્રામાં કારગીલ ચોક પાસે લઈ ગયા હતા. ત્યાં નરેન્દ્રસિંહે છોડી મુકવા વિનંતી કરતા ત્રણેય જણાએ 1 લાખ રૂપિયા માંગ્યા હતા. છેલ્લે 56 હજાર રૂપિયા લઈને ત્રણે જણાએ નરેન્દ્રસિંહને ત્યાં જ છોડીને ચાલ્યા ગયા હતા. 12 દિવસ બાદ નરેન્દ્રસિંહે આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે 30 માર્ચે અહેવાલ પ્રકાશિત કરાયા હતા. ફરિયાદમાં ઉલ્લેખ હતો કે અજાણ્યા આરોપીઓએ પોલીસ તરીકે ઓળખ આપીને તેની પાસેથી 56 હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. વરાછા પોલીસની તપાસમાં જણાયું કે, ત્રણ પૈકી એક આરોપી તો પોલીસવાળો જ છે. તે ટ્રાફિક બ્રાંચમાં ફરજ બજાવે છે. તેનું નામ હરપાલ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જોકે, હવે હરપાલ પણ વરાછા પોલીસને મળી નથી રહ્યો. વરાછા પીઆઈ એમ.પી.પટેલે સત્તાવાર કાંઈ જણાવ્યું ન હતું.

સરથાણાના ગેરેજવાળાને ગોંધી રાખવાનો કેસ

30.50 લાખનો તોડ કરનાર પીઆઈ સહિતનો સ્ટાફ પોલીસને મળતો નથી
સુરત | સરથાણામાં ગેરેજવાળઆને ગેરકાયદે લોક-અપમાં ગોંધી રાખીને 30.50 લાખ રૂપિયાનો તોડ કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એન.ડી.ચૌધરી સહિતનો સ્ટાફ હજી અંડર ગ્રાઉન્ડ છે. જ્યારે મોડીરાતે નવા આવેલા પીઆઈ એમ.એમ.પુવારને તપાસ સોંપાઈ છે.

સરથાણા પી.આઈ. એન.ડી. ચૌધરી સહિતનો સ્ટાફ ગેરકાયદેસર રીતે બસને પોતાના કબ્જામાં રાખીને તોડની રકમ માંગતા હતા તે સમયે એસીપી એ ડિવિઝન સી.કે.પટેલ સરથાણા પોલીસના કરપ્શનની તપાસ શરૂ કરી દીધી હતી. તેઓએ રૂપિયા લઈને બસ છોડી મૂકી અને ગેરેજવાળાને જવા દીધો ત્યાર બાદ તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. એ દરમિયાન ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફને ભાગી જવાની તક મળી હતી. હવે તેમના વિરુદ્ધ ગુનો દાખલ થયા બાદ તેઓ પોલીસને મળતા નથી. ખાસ વાત એ છે કે જે કેસમાં પોલીસ ઇન્સ્પેક્ટર આરોપી હોય તેમાં તે પોલીસના હાથે ઝડપાતો જ નથી. તે જાતે હાજર થાય અથવા આગોતરા જામીન મેળવીને આવે છે. અઠવાડિયા પહેલા પાંડેસરામાં ઇન્સ્પેક્ટર આઈ.આઈ. શેખ વિરુદ્ધ ગુનો નોંધાયો છે પાંચ વર્ષ પહેલા ઉધનામાં તાત્કાલિન ઇન્સ્પેક્ટર એચ.એસ રત્નુ વિરુદ્ધ ગુનો દાખલ થયો ત્યારે રત્નુને પણ પકડી શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...