તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવકે પ્રાઇવેટ પાર્ટમાં સોનાની કેપ્સ્યૂલ નાખી, દુખાવાથી બચવા પેનકિલર પણ લીધી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | સુરત

સુરત એરપોર્ટથી 420 ગ્રામના 18 લાખના સોના સાથે મુંબઇના દાણચોરને કસ્ટમ વિભાગે પકડી પાડ્યો છે. આ દાણચોરે કોન્ડમના માધ્યમથી સોનાના કેપ્સૂલને ગુદામાં નાખીને પેટ સુધી પહોંચાડી દીધા હતા. જોકે, મુસાફરીમાં દુખાવાથી બચવા માટે દાણચોરે પેનકિલર પણ પી લીધી હતી. આ સાથે પેટ પર દબાણ નહીં આવે અને કેપ્સૂલ બહાર નહીં આવે, તે માટે દાણચોરે મુસાફરી સમયે ખાધું કે પીધું પણ ના હતું. રવિવારે રાત્રે 11:29 વાગે ે એરપોર્ટ પર એર ઇન્ડિયાની શારજાહ-સુરતની ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેન્ડ થઈ હતી. કસ્ટમ વિભાગને બાતમીના આધારે મુંબઇના 24 વર્ષિય શાબાદ ખાનને 18 લાખના સોના સાથે પકડી પાડીને પુછપરછ હાથ ધરી હતી.

દાણચોરને 20 હજાર રૂપિયા મળવાના હતા
દાણચોરે પહેલા કસ્ટમ વિભાગને ગેરમાર્ગે દોર્યા હતા. જોકે કડક પુછપરછ કરી તો દાણચોરે કબૂલ્યું હતું કે, બે કેપ્સૂલ મુંબઇના કાળા ધોડા પર પહોંચાડવાના હતા. ત્યાં એક માણસ ઊભો રહેવાનો હતો. જેની પાસે મારો ફોટો પણ છે અને તે મને 2 કેપ્સૂલના બદલમાં રૂ. 20 હજાર આપવાનો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો