તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલ ગૌરવપથ પર બાઈક સ્લીપ થઈ જતાં યુવકનું મોત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલ ગૌરવપથ રોડ પર બાઈક સ્લીપ થતા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું ટુંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. રાંદેર ઉગત ખાતે રહેતા ચંદ્રશેખર સુમેર નિષાદ(35)મુળ યુપીનો વતની હતો અને કલર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.

તા.16મીએ રાત્રે તેઓ બાઈક લઈ પાલ ગૌરવપથ રોડ પટેલ સ્ટેડિયમ પાસેથી પસાર થતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જતાં તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે તેમના મિત્ર અનિલભાઇએ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા, જ્યાં ટુંકી સારવાર દરમિયાન મંગળવારે મોડી સાંજે તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવકના મોતને પગલે પરિવારમાં શોકની કાલીમા પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...